Recruitment 2024: યુપીથી લઈને બિહાર, ઝારખંડ, ગુજરાત અને હરિયાણા સુધી ઘણા સ્થળો પર સરકારી નોકરીઓની ભરતી કરાશે અને અરજી પણ ચાલુ છે. જે ઉમેદવાર આ પદ પર અરજી કરવાની જરૂરી લાયકાત અને ઈચ્છા રાખતા હોય તેઓ જણાવવામાં આવેલા ફોર્મેટમાં અંતિમ તારીખ પહેલા અરજી કરી દે. તેનાથી જોડાયેલી જરૂરી ડિટેલ વિસ્તાર પૂર્વક જાણવા માટે સત્તાવાર વેબસાઈટ પર આપેલી નોટિસ ચેક કરી શકો છો. AI એરપોર્ટ સર્વિસીસ લિમિટેડે કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ 1049 પદ પર ભરતી બહાર પાડી છે. છેલ્લી તારીખ 14 જુલાઈ 2024 છે. અરજી માટે aiasl.in ની મુલાકાત લો.
CG Home Guard ભરતી 2024
છત્તીસગઢના મ્યુનિસિપલ ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગે 2215 પદ પર ભરતી બહાર પાડી છે. અરજી માટે firenoc.gov.in પર જાવ. લિંક 10 જુલાઈએ ખુલશે, અપ્લાય કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2024 છે.
GSSSB રિક્રૂટમેન્ટ 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 502 પદ પર ભરતી બહાર પાડી છે. આ પદ કૃષિ મદદનીશ, બાગાયત મદદનીશ અને મેનેજરના છે. અરજી કરવા અને ડિટેલ જાણવા માટે gsssb.gujarat.gov.in પર જાવ. છેલ્લી તારીખ 20 જુલાઈ 2024 છે.
IBPS ક્લાર્ક ભરતી 2024
બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાએ 6128 ક્લાર્કના પદ પર ભરતી બહાર પાડી છે. સિલેક્શન પરીક્ષાથી થશે. લાસ્ટ ડેટ 21 જુલાઈ છે. અરજી માટે ibps.in પર જાવ. વધુ જાણકારી માટે cgrs.ibps.in પર પણ જઈ શકો છો.
JSSC ભરતી 2024
ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશને ફીલ્ડ વર્કરના 510 પદ પર ભરતી બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. અરજી કરવા માટે jssc.nic.in પર જાવ. 10મું પાસ અપ્લાય કરી શકે છે, સેલેરી 56 હજાર રૂપિયા સુધી છે.
બિહાર ભરતી 2024
બિહાર સ્ટેટ હેલ્થ સોસાયટીએ કમ્યૂનિટી હેલ્થ ઓફિસરના 4500 પદ પર ભરતી બહાર પાડી છે. છેલ્લી તારીખ 21 જુલાઈ છે અને અરજી કરવા માટે shs.bihar.gov.in પર જાવ.
બિહાર ઈલેક્ટ્રિસિટી વિભાગ ભરતી 2024
બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડે 2610 પદ પર ભરતી બહાર પાડી છે. છેલ્લી તારીખ 15 જુલાઈ છે. અરજી માટે bsphcl.co.in પર જાવ.
BPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી 2024
બિહાર પબ્લિક સર્વિસ કમિશને આસિસ્ટન્ટ પ્રોફેસરની 1339 પદ પર ભરતી બહાર પાડી છે. આ પદ જુદા-જુદા વિભાગ જેમ કે એનાટોમી, બાયોકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, મેડિસિન, ફિઝિયોલોજી, પેથોલોજી, રેડિયોલોજી રેડિયોથેરાપી વગેરે માટે છે. છેલ્લી તારીખ 26 જુલાઈ 2024 છે. અરજી માટે bpsc.bih.nic.in પર જાવ.
HPSC AMO રિક્રૂટમેન્ટ 2024
હરિયાણા પબ્લિક સર્વિસ કમિશને આર્યુવેદિક મેડિકલ ઓફિસરના 805 પદ પર ભરતી બહાર પાડી છે. છેલ્લી તારીખ 12 જુલાઈ છે અને અરજી માટે hpsc.gov.in પર જઈ શકો છો.
ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2024
ઈન્ડિયા પોસ્ટે 23 અલગ-અલગ સર્કલ માટે 35 હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ડિટેલ્સ નોટિસ 15 જુલાઈએ જારી થશે અને તે બાદ જ અરજી શરૂ થશે. અરજી કરવા અને ડિટેલ જાણવા માટે indiapostgdsonline.gov.in પર જાવ.
OSSSC ટીચર ભરતી 2024
ઓડિશા સબ-ઓર્ડિનેટ સ્ટાફ સિલેક્શન કમિશને પીજીટી અને ટીજીટીના કુલ 2629 પદ પર યોગ્ય ઉમેદવારથી અરજી મંગાવી છે. અરજી કરવા માટે osssc.gov.in પર જાવ. લિંક 1 ઓગસ્ટે ખુલશે.
UPSSSC હોમિયોપેથિક ફાર્માસિસ્ટ ભરતી 2024
ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશને 397 હોમિયોપેથિક ફાર્માસિસ્ટ પદ પર અરજી મંગાવી છે. છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને અરજી કરવા માટે upsssc.gov.in પર જાવ.