શ્રીલંકા સામે શમીની શમ શમાતી બોલીગ ,બન્યો ભારત નો પહેલો બોલર કે જેણે કર્યુ આ કામ વાંચો

By: nationgujarat
02 Nov, 2023

ODI વર્લ્ડ કપની મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. મેચની બીજી ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો જારી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને માત્ર 55ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. આ દરમિયાન મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે શમી ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. આ સાથે જ તેણે એક દમદાર રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

શમીનો કહેર જોવા મળ્યો

મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપમાં હંમેશા ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે વર્ષ 2015માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું અને માત્ર ત્રણ સિઝનમાં તે ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર બની ગયો. તમને જણાવી દઈએ કે શમીએ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 14 મેચ રમી છે. જ્યાં તેણે કુલ 45 વિકેટ લીધી છે. તેનું શાનદાર પ્રદર્શન આ સિઝનમાં જોવા મળ્યુ છે, આ પહેલા શ્રીનાથ અને ઝહીર ખાને વિશ્વકપમાં 44 વિકેટ ઝડપી શમી કરતા આગળ હતા જેને હવે શમીએ વટાવી દીધો છે અને પહેલો ભારતીય બોલર બન્યો જેને વિશ્વકપમાં 45 વિકેટ લીધી હોય

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીને આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે શરૂઆતની કેટલીક મેચ રમવાની તક મળી ન હતી. પરંતુ હાર્દિક પંડ્યાની ઈજાના કારણે તેને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં રમવાની તક મળી શકે છે. શમીએ તકનો ફાયદો ઉઠાવ્યો અને પહેલી જ મેચમાં પાંચ વિકેટ ઝડપી. આ પછી, ઇંગ્લેન્ડ સામેની બીજી મેચમાં તેણે ચાર વિકેટ લઈને અને હવે શ્રીલંકા સામે બીજી વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.

મોહમ્મદ શમીએ ઇતિહાસ રચ્યો છે

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજીવાર પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા માત્ર ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે આ કારનામું કર્યું હતું. આવું કરનાર તે ભારતનો પ્રથમ બોલર છે. બંને ખેલાડીઓના નામે હવે વર્લ્ડ કપમાં ત્રણ-ત્રણ 5 વિકેટ છે. શમીએ અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ 2019માં તેની પ્રથમ પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. આ પછી તેણે આ સિઝનમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે પાંચ વિકેટ ઝડપી છે. હવે તેની નજર આ રેકોર્ડ તોડવા પર હશે. ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે

શમીએ શ્રીલંકા સામે ધારદાર બોલીંગ કરી સૌના દીલ જીતી લીધા છે શમીએ એકલા હાથે 5 વિકેટ લઇ શ્રીલંકાની અડધી ટીમને  આઉટ કરી છે. શમીએ ફકત 5 ઓવર નાખી છે જેમાં એક તો મેડન રહી છે અને 4 ઓવરમાં 18 રન આપી 5 વિકેટ લીધી છે. શમીએ સૌથી વધુ પાંચ વિકેટ લેનાર  બોલર પણ બની ગયો છે જેનું ભારતીય ફેન્સને ગૌરવ પણ છે. ભારતીય ટીમ પહેલી ટીમ બની છે જે સતત 7 મેચ જીતી સેમિફાઇનલમાં પહોંચી છે


Related Posts

Load more