Shubman Gill’s confession : ભારતીય બેટર શુભમન ગિલે એ વાતની કબુલાત કરી છે કે, હું રેડ બોલ ક્રિકેટમાં 25-30 રન બનાવ્યા બાદ એકાગ્રતા ગુમાવી દઉં છે. ગીલે જણાવ્યું કે, આની પાછળનું કારણ એ છે કે 25-30 રન બનાવ્યા બાદ મને આ રનને મોટા સ્કોરમાં બદલવાનું પ્રેશર આવી જાય છે. ઘણાં લાંબા સમય પછી રણજી ટ્રોફીમાં રમવા ઉતરેલો શુભમન ગિલ પહેલી ઇનિંગમાં ઝડપી આઉટ થઇ ગયો હતો. પરંતુ બીજી ઇનિંગમાં તેણે પંજાબ માટે સદી ફટકારી હતી. જો કે, તેની આ ઇનિંગ ટીમને કઈ કામ લાગી ન હતી. કારણ કે, પંજાબને ઇનિંગ અને 207 રનથી કર્નાટક હરાવી દીધું હતું.
શું કહ્યું ગિલે?
મેચ બાદ શુભમન ગિલ કહ્યું હતું કે, ‘રેડ બોલથી બેટિંગ કરવી એ મારા માટે ચિંતાનો વિષય છે. ક્યારેક મને લાગે છે કે જયારે હું રેડ બોલથી રમું છું ત્તેયારે માં 25-30 રન સારા બનાવી લઉં છું. તે સમતે હું મોટો સ્કોર બનાવવાની ક્ષમતા ધરાવતો હોવા છતાં હું પોતાના પર વધુ પ્રેશર લઇ લઉં છું. હું એક નિશ્ચિત ઝોનમાં રમું છું. હું પોતાના પર પ્રેશર નાખું છું કે, મારે મોટો સ્કોર બનાવવો જ છે. એ ક્ષણોમાં મને લાગે છે કે હું પોતાની એકાગ્રતા ગુમાવી દઉં છું. જયારે હું સતત રમ્યાં કરું છું ત્યારે મને લાગે છે કે, એક ખેલાડી તરીકે મારી અંદરનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ બહાર આવે છે. જ્યારે તમે સારું રમી રહ્યા હોવ, જ્યારે તમે તે ઝોનમાં હોવ તેમાં જ શક્ય તેટલા લાંબા સમય સુધી તે ઝોનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હું પણ આ જ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’