શું વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવશે? 100થી 120 કિમીની ઝડપે પવન ફુંકાશે

By: nationgujarat
22 May, 2024

Ambalal Patel Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતાં છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસુ આગળ વધશે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગર માં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતા છે. અરબ સાગરમાં જૂન માસમાં ચક્રવાત સર્જવાની શક્યતા છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર પર સર્જનાર ચક્રવાત થી 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને દક્ષિણ પૂર્વીય તટો માં ભારે વરસાદ થી કેટલાક ભાગોમાં પુર આવવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સર્જાનાર ચક્રવાતની અસર આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા,પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં રહશે. અરબ સાગરના ભેજ ના કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતનાં ભાગોમાં વરસાદ લાવશે. રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસુ આવવાની શકયતા છે.


Related Posts

Load more