શું ભારતને મળશે નવો કેપ્ટન? હાર્દિકની જગ્યાએ આ ખેલાડીને જવાબદારી મળી શકે છે

By: nationgujarat
20 Nov, 2023

ICC ODI વર્લ્ડ કપ 2023 સમાપ્ત થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા હવે T20 સીરીઝમાં સામસામે આવવા માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન થવાનું છે. આ સીરીઝની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાવાની છે જ્યારે સીરીઝની છેલ્લી મેચ 03 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાવાની છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ દરમિયાન જ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. બીજી તરફ, BCCIએ હજુ સુધી આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. હવે એવા સમાચાર છે કે આ સીરીઝ માટે સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

ક્રિકબઝના અહેવાલ અનુસાર, વિશાખાપટ્ટનમમાં 23 નવેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે. વીવીએસ લક્ષ્મણ આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હશે. ODI વર્લ્ડ કપની શરૂઆત પહેલા ભારતીય ટીમે T20 શ્રેણી માટે આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમના મોટાભાગના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.

વર્લ્ડકપ ટીમનો હિસ્સો રહેલા પ્રસિદ્ધ ક્રિષ્ના ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝ માટે ટીમનો ભાગ બનવું નિશ્ચિત છે. જ્યારે હાર્દિક પંડ્યાના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. જો તે ફિટ હોત તો ચોક્કસપણે કેપ્ટન બની શક્યો હોત. સોમવારે અમદાવાદમાં મળેલી પસંદગીકારોની બેઠકમાં શ્રેયસ અય્યરને સુકાનીપદ આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ એશિયા કપથી શરૂ થયેલા છેલ્લા કેટલાક મહિનાના કામના ભારણને કારણે તેણે તેની વિરુદ્ધ નિર્ણય લીધો હતો.

આવું શેડ્યૂલ છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ પછી, શ્રેણીની બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની ચોથી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડમાં રમાશે, જ્યારે છેલ્લી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે.


Related Posts

Load more