દુનિયા પર ત્રીજા વિશ્વયુદ્ધના ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે શરૂ થયેલી જંગ હવે મિડલ ઈસ્ટમાં ગંભીર રૂપ ધારણ કરી ગઈ છે. ઈઝરાયેલે હાલમાં જ હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહને મોતને ઘાટ ઉતાર્યો. જેના બાદ ઈરાને બદલો લેવાની ધમકી આપી હતી. ઈરાને મંગળવારે મોડી રાતે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલથી હુમલો કર્યો હતો અને પોતાની ધમકી સત્ય સાબિત કરી હતી. આ હુમલાથી અસ્થિર મિડલ ઈસ્ટની સ્થિતિને વધુ જટિલ બનાવી છે.
શું સત્ય થઈ બાબા વેંગાની ભવિષ્યવાણી
બુલ્ગેરિયામાંર હેતા નેત્રહીન ભવિષ્યવક્તા બાબા વેંગાની મોટાભાગની ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ છે. તેના કારણે તેમને બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. નાસ્ત્રેદમસ ફ્રાન્સીસી જ્યોતિષી હતા, જેમની સટિક ભવિષ્યવાણી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે વિશ્વમાં ભય
બાબા વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો અને 1996માં 86 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ સોવિયત સંઘના વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 9/11ના હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી, જે સંપૂર્ણ રીતે સાચી સાબિત થઈ છે. તેથી લોકોનો તેમનામાં વિશ્વાસ વધ્યો છે.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા
બાબા વેંગાએ વર્ષ 2024 અને 2025 માટે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી છે. હવે આ વાત લોકો માટે સાચી સાબિત થતી જોવા મળી રહી છે. બાબા વેંગાએ આગાહી કરી હતી કે 2025 સુધીમાં યુરોપમાં એક મોટું યુદ્ધ સંઘર્ષ થશે. જેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
તેમણે આગાહી કરી હતી કે યુરોપમાં વર્ષ 2025માં સંઘર્ષ થશે જે તબાહી તરફ દોરી જશે. આ સંઘર્ષ ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે વર્ષ 2025માં આવી ભયંકર ઘટનાઓ બનશે, જે માનવતાના અંત તરફ દોરી જશે.
બાબા વેંગાએ શું દાવો કર્યો હતો
બાબા વેંગાની સૌથી ભયાનક આગાહી ત્રીજા વિશ્વયુદ્ધની છે. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2024માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે. તેમણે કહ્યું હતું કે 2024માં આતંકવાદી ઘટનાઓની લહેર આવશે. આ સિવાય તેમણે દાવો કર્યો કે કોઈ દેશ જૈવિક હથિયારોનું પણ પરીક્ષણ કરી શકે છે.
શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
હવે નિષ્ણાતોએ પણ બાબા વેંગાની આગાહીને વધુ ભયાનક ગણાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બકિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થોની ગ્લીસે તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધી ગયો છે. વિશ્વની શાંતિ એક દોરામાં લટકેલી છે, જે ગમે ત્યારે તૂટી શકે છે.