શું તમે પણ નાઇટ શિફ્ટમા કામ કરો છો ? તો આ સમાચાર આળસ કર્યા વગર વાંચ જો

By: nationgujarat
07 Sep, 2024

નવી દિલ્હી,તા.7
જર્નલ ઓફ ફેમિલી મેડિસિન એન્ડ પ્રાઈમરી કેરમાં પ્રકાશિત થયેલી એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે રાત્રે કામ કરવાથી હૃદયના ધબકારા નિયંત્રિત કરવાની શરીરની ક્ષમતામાં વિક્ષેપ પડી શકે છે અને હૃદયરોગનું જોખમ વધી શકે છે.

આ રિસર્ચ ગ્રેટર નોઈડાની એક સરકારી હોસ્પિટલમાં કામ કરતી 38 નર્સો પર કરવામાં આવ્યું હતું , જેઓ ઓછામાં ઓછા એક વર્ષથી નાઈટ શિફ્ટમાં કામ કરે છે. નર્સોએ હૃદયના ધબકારાની વિવિધતા માપવા માટે ઊંઘની ગુણવત્તા પરીક્ષણ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પણ કરાવ્યું હતું.

રિસર્ચ દર્શાવે છે કે ઊંઘની વિલંબતા લાઇટ બંધ કર્યા પછીથી લઈને ઊંઘી જવા માટે જે સમય લાગે છે તે નાઇટ શિફ્ટ કામદારોમાં લાંબો રહ્યો હતો. દિવસની પાળી કરતાં નાઈટ શિફ્ટમાં ઊંઘનો લાંબો સમય અને ઊંઘની દવાઓનો વધુ ઉપયોગ જોવા મળ્યો હતો.

ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ગ્રેટર નોઇડાના ડો. અપરાજિતા પંવારની આગેવાની હેઠળના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અપૂરતી ઊંઘ હૃદયના ધબકારા નિયંત્રિત કરવાની શરીરની ક્ષમતાને વિક્ષેપિત કરી શકે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને મૃત્યુદરનું જોખમ વધારી શકે છે.

રિસર્ચમાં પર્યાપ્ત વિરામ આપવા, કાઉન્સેલિંગ અને વેલનેસ પ્રોગ્રામ્સ જેવી સહાયક સેવાઓ પ્રદાન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ફ્લેક્સિબલ શિડયુલના વિકલ્પો પણ આપવામાં આવ્યાં હતાં.

રિસર્ચ જણાવે છે કે નાઈટ શિફ્ટમાં કામ કરતી નર્સોને પુરતો આરામ આપવા આવે તો તે વધુ સારી રીતે કામ કરશે અને દર્દીઓની સંભાળ પણ સારી રીતે રાખી શકશે.
એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈના કન્સલ્ટન્ટ પલ્મોનરી મેડિસિન અને સ્લીપ મેડિસિન નિષ્ણાત ડો. પૂજન પરીખે જણાવ્યું હતું કે સતત નાઈટ શિફ્ટ સર્કેડિયન રિધમ એટલે કે આપણી જૈવિક ઘડિયાળને અસર કરે છે. આનાથી આપણી ખાવાની આદતો તેમજ માનસિક તાણમાં ફેરફાર થાય છે. આ બધી બાબતો નાઇટ શિફ્ટમાં કામ કરતાં લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ પણ વધારે છે,.

ઓલ-ઈન્ડિયા ગવર્નમેન્ટ નર્સ ફેડરેશનના પ્રમુખ અનિતા પંવારે જણાવ્યું હતું કે નાઇટ શિફ્ટમાં હોય તેવી નર્સોને ભાગ્યે જ સમય મળે છે કારણ કે તેમના કામમાં દર્દીઓની સતત દેખરેખ અને તેમની ઈમરજન્સીની જરૂરિયાતો પૂરી કરવાની હોય છે. આ ખૂબ જ મહેનતનું કામ છે. તેઓ દિવસ દરમિયાન ઘરે પાછા જાય, તો પણ સારી ઊંઘ મેળવવી મુશ્કેલ છે કારણ કે તેમની પાસે ઘરની જવાબદારીઓ પણ હોય છે.


Related Posts

Load more