શું ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં નસબંધીનું ષડયંત્ર રચવામાં આવ્યું? થયા ચોંકાવનારા ખુલાસા

By: nationgujarat
09 Dec, 2024

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચર્ચાનો કોઈ સૌથી મોટો મુદ્દો હોય તો એ છે નસબંધીકાંડ.. મહેસાણામાં થયેલા નસબંધીકાંડને લઈને રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.. શ્રમજીવી પરિવારના યુવકની જાણ બહાર કરાયેલી નસબંધી બાદ સવાલ એ થઈ રહ્યો છેકે શું આ કોઈ મોટું કૌભાંડ તો નથીને.. શું નસબંધીકાંડના તાર કોઈ સંગઠન સાથે જોડાયેલા તો નથીને.. આ તમામ સવાલો વચ્ચે નસબંધીકાંડ પર રાજનીતિ પણ હાવિ છે.. સોમવારના દિવસે નસબંધીકાંડ પર કેવું મચ્યું ઘમાસાણ,, જુઓ આ રિપોર્ટમાં..

પહેલી તસવીર છે એ લેટરની જેમાં નસબંધી કરવા માટે હેલ્થ વર્કરને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટાર્ગેટ આપવામાં આવતો.. આ લેટરથી એક વાત તો સ્પષ્ટ થાય છેકે, આરોગ્ય વિભાગના દબાણ હેઠળ જ હેલ્થ વર્કર દ્વારા યુવાનોની જાણ બહાર નસબંધી કરવામાં આવી..

જ્યારે બીજી તસવીર નવી શેઢાવી ગામના 31 વર્ષની વયના અપરિણીત શ્રમજીવી યુવકની છે જેમને દારૂ પીવડાવીને નસબંધી કરી દેવામાં આવી.. વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છેકે, આ નસબંધી હિંદુઓની જનસંખ્યા ઘટાડવા માટે કરવામાં આવી રહી છે..

સૌથી મોટો ખુલાસો એ છેકે, મહેસાણા સહિત રાજ્યભરમાં નસબંધીના ઓપરેશન માટે હેલ્થ વર્કરને ટાર્ગેટ આપવામાં આવતો હતો.. જે ટાર્ગેટના ભારણના કારણે હેલ્થ વર્કર કોઈને પણ ઉઠાવીને નસબંધીનું ઓપરેશન કરાવી નાખતા જેના ઉદાહરણરૂપે મહેસાણા જિલ્લાના આ બે કેસ છે.. સૌથી અગત્યનો સવાલ એ છેકે, નસબંધી જેવા અતિ ગંભીર ગણાતા ઓપરેશન માટે ટાર્ગેટનું બંધન કેમ રાખવામાં આવ્યું હતું અને શા માટે ઓપરેશન માટે જેતે વ્યક્તિની પરવાનગી લેવામાં નથી આવતી..નસબંધી કાંડ મામલે પોલંપોલ! આરોગ્ય મંત્રીએ કહ્યું, અમે ટાર્ગેટ નથી આપતા, અધિકારી કહે છે, અમે ટાર્ગેટ આપીએ છીએ

તો સમગ્ર પ્રકરણને લઈને કોંગ્રેસ પણ આક્રામક છે.. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.. મનીષ દોશીએ કહ્યું કે, એક તરફ આરોગ્ય મંત્રી નસબંધીનો ટાર્ગેટ આપતા હોવાની મનાઈ કરી રહ્યા છે તો બીજી તરફ અધિકારીઓ અને હેલ્થ વર્કર ટાર્ગેટના ભારણ નીચે યુવાનોની જાણ વગર જ નસબંધી કરી રહ્યા છે..

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા મહેસાણામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.. મહેસાણા જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસના નેતાઓ દ્વારા આરોગ્ય વિભાગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું.

નવી શેઢાવી નસબંધીકાંડ વિવાદમાં જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.. મહેસાણા જિલ્લા આરોગ્યની ટીમ જમાનપુર પહોંચી હતી.. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા અને ટીમ જમાનપુર પહોંચી હતી અને અન્ય ગામમાં પણ નસબંધીના કેટલા ઓપરેશન થયા તેના વિશે માહિતી મેળવવામાં આવશે..


Related Posts

Load more