શિક્ષકોની ભરતી અંગે સરકારે કર્યો મોટો ખુલાસો

By: nationgujarat
15 May, 2024

શાળા સંગાથીની ભરતી અંગેની જાહેરાત ભ્રામક હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે શાળા સંગાથી જેવો કોઈ પ્રોજેક્ટ રાજ્ય સરકારનો નથી. સાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેરાત અપાઈ છે. માધ્યમિક અને પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત અપાઈ છે. ઓનલાઇન અરજી માટે સરકારી ઓજસ વેબસાઈટ જેવી વેબસાઈટ બનાવી છે. ઉમેદવાર માટે અરજી સાથે રૂ. 509 માગવામાં આવ્યા છે. આ કોઈ સરકારી જાહેરાત ન હોવાથી ઉમેદવારો ભરમાય નહિ તેવો સરકારે ખુલાસો કર્યો છે

શું જાહેરાત કરવામાં આવી હતી

સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં “શાળા સંગાથી યોજના” હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસદંગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

તા.૧૧/૦૫/ર૦ર૪ થી તા.૧૧/૦૬/૨૦૨૪ સુધીમાં દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી job.sectindia.org વેબસાઈટ ઉપર જઈ કરવાની રહેશે, ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂક પ્રકાર, અને મહેનતાણા અંગેની સૂચનાઓ /જાહેરનામું વાંચી જોઈ લેવું.

અરજીઓ આપેલ વેબસાઈટ ઉપર ઓનલાઇન કરવાની રહેશે, ટપાલ કે પોસ્ટ દ્વારા આવલ અરજીઓ માન્ય રહેશે નહિ. આવેલ તમામ ઓનલાઇન અરજીઓનાં આધારે ટ્રસ્ટ દ્વારા મેરીટ યાદી અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ પસંદ થયેલ ઉમેદવારોને તાલીમ અર્થે અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિયત સ્થળ અને સમયે રૂબરૂ બોલાવવામાં આવશે.

આ જાહેરાત ભ્રામક છે

અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંગાથી યોજના કરાર આધારિત ભરતી છે, જેમાં પ્રાથમિક વિભાગમાં રૂપિયા ૨૧૦૦૦ હજાર પૂરા, માધ્યમિક વિભાગમાં રૂપિયા ૨૪૦૦૦ હજાર પૂરા માસિક માનદ વેતન આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત – ગ્રેજ્યુએશન / બી. એડ / પી.ટી.સી, ઉમેદવારની મહત્તમ વયમર્યાદા – 40 વર્ષ, મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ – ઉમેદવારના શિક્ષણ સર્ટિફિકેટ, અનુભવ અને અન્ય ખાસ ટેલેન્ટને આધારે

ઉચ્ચક માનદ વેતન – પ્રાથમિક વિભાગ માટે ફિકસ રુ.૨૧૦૦૦/-, માધ્યમિક વિભાગ માટે ફિક્સ રુ ૨૪૦૦૦/-, કરાર નો સમયગાળો – શાળા સંગાથીનો કરાર 11 મહિનાનો રહેશે (વેકેશન સિવાય), અગિયાર મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ્દ થયેલ ગણાશે.


Related Posts

Load more