ગુજરાતમા વિસાદવદર અને કડી વિઘાનસભાની પેટા ચૂંટણી યોજાશે તે નક્કી છે પરંતુ તારીખ હજી જાહેર થઇ નથી તે પહેલા રાજકારણ ચરમ સીમાએ આવ્યું છે. વિસાવદર માટે આમ આદમી પાર્ટીએ પહેલેથીજ તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે. વિસાવદર માટે આમ પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવારી માટે જાહેરાત કરી દીધી છે આમ આદમી પાર્ટીને એમ હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ને કારણે વિસાવદર બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર નહી ઉભા રાખે પરંતુ કોગ્રેસની પોલીટીકલ એફર્સની મળેલ બેઠકમાં ગુજરાતની 2 પેટા ચૂંટણીમા ઉમેદવાર ઉભા રાખશે જેથી હવે ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસનું કહેવું છે કે હરિયાણામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખીને કોંગ્રેસને નુકશાન કર્યુ હતું તેથી હવે ગુજરાતમાં પણ તેઓ ઉમેદવાર ઉભા રાખશે. જો કે હજુ ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. ગુજરાતમાં ચૂંટણીમા ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી પણ ખેર આ તો 2 બેઠકની ચૂંટણી છે કોનુ પલડુ ભારે રહેશે તે આવનાર દિવસમા ખબર પડી જ જશે પણ હાલ તો બંને પાર્ટીએ કહી દીઘુ છે કે તેઓ ઉમેદવાર ઉભા રાખશે.