ભારતીય ટીમના વિસફોટક બેટર વિરેન્દ્ર સેહવાગ માટે એક બાજુ ખુશી અને એક બાજુ ગમના સમાચાર છે. દિલ્હી પ્રિમયર લીગ 2025ના ઓકશન વિરેન્દ્ર માટે સિક્કાની બે બાજુ જેમ ખુશી અને ગમ જેવી સ્થિતિ જોવા મળી છે. મળતા સમાચાર પ્રમાણે સેહવાના મોટો દિકરો આર્યવીર સેહવાગને દિલ્હી પ્રિમયર લીગમા મોટી રમક સાથે ખરિદવામા આવ્યો છે તો બીજી તરફ તેનો નાનો દિકરો અનસોલ્ડ રહ્યો .
આર્યવીરને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ટીમે 8 લાખ રૂપિયામા ખરિદ્યો.સેહવાગના બંને દિકરા દિલ્હી માટે જૂનિયર ક્રિકેટ રમી ચૂક્યા છે. દિલ્હી પ્રિમયરમા તેના નાના દિકરા વેદાંત સેહવાગ અનસોલ્ડ રહ્યો. ડિપીએલ મા સિમરજીત સિંહ સૌથી મોઘો ખિલાડી રહ્યો તેને દિલ્હી કિંગ્સે 39 લાખ રૂપિયામા ખરિદ્યો. નીતીશ રાણા વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમશે અને તેમને 34 લાખ રૂપિયામા ખરિદવામાં આવ્યા તો ઇશાંત શર્મા પણ દિલ્હી લાયન્સ તરફથી રમશે તેને 13 લાખ રૂપિયામા ખરીદ્યો.