વિનેશ ફોગાટ સામે ભાજપે આ દિગ્ગજને ઉતાર્યા મેદાનમાં

By: nationgujarat
10 Sep, 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ લિસ્ટમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ બીજેપીએ પોતાના પહેલા લીસ્ટમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગનૌરથી હાલના ભાજપના ધારાસભ્ય નિર્મલ રાનીની ટિકિટ કાપી છે. તેમની જગ્યાએ દેવેન્દ્ર કૌશિકને ટિકિટ આપવામાં આવી છે. વિનેશ ફોગાટની વિરુદ્ધ કેપ્ટન વૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીને રાય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી, તેમના બદલે કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બિમલા ચૌધરીને પટૌડીના વર્તમાન ભાજપના ધારાસભ્ય સત્ય પ્રકાશની અવગણના કરીને ટિકિટ મળી છે.આ ઉપરાંત બધકલથી ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની ટિકિટ કાપીને તેમના સ્થાને ધનેશ અધલખા બધકલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


Related Posts

Load more