વિદર્ભને હરાવીને મુંબઈ ફરી ચેમ્પિયન, 42મી વખત ચેમ્પિયન બની

By: nationgujarat
14 Mar, 2024

મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ 42મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે 48મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી 2023-24નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મેચ રમાઈ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હાર આપી છે.

બઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો

538 રનના ટાર્ગેટનો પીછો કરતા વિદર્ભે બીજી ઈનિગ્સમાં 418 રન જ બનાવી શકી હતી. મુંબઈએ રેકોર્ડ કરી 42મી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. તો વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધુરું રહ્યું છે.મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત 2015-16ની સીઝનમાં સૌરાષ્ટ્રને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી.

રણજી ટ્રોફીની છેલ્લી 5 વિજેતા ટીમ

  1. 2023-24 મુંબઈ
  2. 2022-23 સૌરાષ્ટ્ર
  3. 2021-22 મધ્યપ્રદેશ
  4. 2019-20 સૌરાષ્ટ્ર
  5. 2018-19 વિદર્ભ

Related Posts

Load more