સાબરકાંઠા, પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવત છે, આજે વિજાપુર બેઠકને લઇને ભાજપમાં જ્વાળા ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકીટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ખાસ વાત છે કે, પાંચેય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ ઉમેદવાર બનાવ્યા છે.
આજે ફરી એકવાર ભાજપમાં ભડકાની સ્થિતિ પેદા થઇ છે, ઉત્તર ગુજરાત ભાજપમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારને લઈ ભડકો થયો છે. સી.જે.ચાવડાને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરતા ભડકો થયો છે. આયાતી ઉમેદવારને ટિકીટ આપતાં ભાજપના કાર્યકરોમાં રોષ છે અને આ મુદ્દાને લઇને વિજાપુરમાં ભાજપ નેતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. તા.પં.ના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળતા નારાજગી દેખાઇ રહી છે. જુના ભાજપના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આરોપ લાગ્યો છે. અન્ય કાર્યકર્તાઓ પણ નારાજ હોવાની ચર્ચા છે.
કોણ છે સી, જે ચાવડા
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા… મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે… 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા…. કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.ણ