વિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરને એક વર્ષમાં રૂા.133 કરોડનું દાન મળ્યું

By: nationgujarat
02 Apr, 2025

મુંબઈ,તા.2
મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં એક વર્ષમાં ભકતોએ રૂા.133 કરોડનું દાન આપ્યુ છે. 2024-25ના વર્ષમાં મળેલી આ રકમ ગત વર્ષના 114 કરોડના કરતા 15 ટકા વધુ છે.

તા.31ના રાત્રીના મળેલી રકમ બાદ મંદિરના ડેપ્યુટી એકઝીકયુટીવ ઓફીસર સંદીપ રાઠોડે આ માહિતી આપી હતી અને કહ્યું કે અમારી આવક રૂા.133 કરોડ અને તેથી વધી જશે અને તેમાં મોટાભાગની રકમનો ખર્ચ યાત્રીકોની સુવિધા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, મંદિરમાં દર્શનાર્થીને 10 થી 15 સેકન્ડ સુધી દર્શન કરવા મળે છે જે અગાઉ પાંચ થી સાત સેકન્ડ હતો તેમાં અમોએ વધુ સારી રીતે દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવીને આ સમય મર્યાદા વધારી છે.

આ દાનપેટી ઉપરાંત મંદિરમાં લાડુ અને નાળીયેર પ્રસાદ વગેરે વહેંચાય છે તેમાંથી પણ આવક થાય છે. ભકતો દ્વારા ચાંદી અને સોનાના આભૂષણો પણ ભગવાનને ધરવામાં આવે છે.


Related Posts

Load more