વરસાદે જીતાડી મેચ ? ભારતે પહેલી T20 મેચ 2 રને જીતી

By: nationgujarat
18 Aug, 2023

ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ સામેની T20 સિરીઝની પહેલી મેચ 2 રને જીતી લીધી છે. ટીમને DLS પદ્ધતિથી જીત મળી હતી.

ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વરસાદના કારણે ભારતીય ઇનિંગ્સની 6.5 ઓવરમાં વરસાદને કારણે અટકાવી દેવામાં આવી હતી. ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ બે વિકેટે 47 રન બનાવી લીધા હતા. ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન અણનમ પરત ફર્યા હતા. હવે બીજી મેચ રવિવારે 20 ઑગસ્ટે આ જ ગ્રાઉન્ડે રમાશે.

ભારતીય ઓપનરોએ પાવરપ્લેમાં 45 રન બનાવ્યા
140 રનના ટાર્ગેટને ચેઝકરવા ઉતરેલી ભારતીય ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 45 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ટીમને મક્કમ શરૂઆત અપાવી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. બેરી મેક્કાર્થીએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. કર્ટિસ કેમ્પરે 39 રન બનાવ્યા હતા. અર્શદિપસિંહની છેલ્લી ઓવર ભાર પડી હતી  છેલ્લી ઓવરમાં 2 સિકસ એક નો બોલ એક વાઇડ પડયો  એક સમયે 100 ની અંદર સ્કોર સમેટાય તેમ લાગતુ હતું પરંતુ નબળી બોલીગ ને કારણે આયરલેન્ડ જેવી ટીમ 140 રનનો પડકાર આપી ગઇ  આ તો વરસાદે જીત આપાવી નહીતર ભારતને જીતવું મુશ્કેલ હતું કારણ કે ટીમે એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

મેકકાર્થીએ T20 કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તે ભારત સામે નંબર 8 પર અડધી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો હતો.

ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

બેરી મેક્કાર્થીની પ્રથમ અડધી સદી
આયર્લેન્ડના બોલર બેરી મેક્કાર્થીએ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મેકકાર્થીએ 154.55ના સ્ટ્રાઈક રેટથી 33 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. મેક્કાર્થીએ પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

મેક્કાર્થી-કેમ્પરે સાતમી વિકેટ માટે 57 રન જોડ્યા
આયર્લેન્ડે 59 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી બેરી મેક્કાર્થી અને કર્ટિસ કેમ્ફરે સાતમી વિકેટ માટે 44 બોલમાં 57 રનની અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીએ ટીમના સ્કોર 139 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જસપ્રીત 11 મહિના પછી પરત ફર્યો, રિંકુ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ડેબ્યૂ કેપ
ટીમ ઈન્ડિયા તરફથી રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કિષ્નાએ ડેબ્યૂ કર્યું છે. તો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11 મહિને પરત ફર્યો છે.


Related Posts

Load more