મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓનું જળસ્તર વધી ગયું છે. નાસિકના અંજનેરી ફોર્ટમાં 10 મુસાફરો દાદરા પર પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગયા. જોકે, થોડા કલાકો પછી તેમને વન વિભાગની ટીમે રેસ્ક્યૂ કરી લીધા છે.
આ સિવાય રત્નાગીરી અને ચંદ્રપુરમાં મોડી રાતે અને સવારે ભારે વરસાદ થયો. તેનાથી આ જિલ્લામાં રસ્તા અને નીચેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ખેડમાં દીવાનખાવટી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર કાટમાળના કારણે રેલ સેવા બંધ કરવી પડી. અનેક ટ્રેન વિવિધ સ્ટેશનો પર ચારથી પાંચ કલાક મોડી છે.
બીજી બાજુ, નેપાળની નજીકના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંગા નદી ઉત્તર પ્રદેશ અને બિહારના થોડા જિલ્લામાં ખતરાના નિશાનની નજીક વહી રહી છે. ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. તેની પકડમાં 97 ગામ આવી ગયાં છે. જ્યારે બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના કારણે 50 હજારની વસ્તી પાણીમાં ઘેરાયેલી છે. બિહારમાં ગંગા ઉપરાંત ઘાઘરા, ગંડક, બાગમતી, કમલા બાલન, કોસી, મહાનંદા અને પરમાન નદીઓ પણ ખતરાના નિશાનની નજીક છે.
MP સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ-મરાઠવાડા (મહારાષ્ટ્ર), છત્તીસગઢ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, ઉત્તર કર્ણાટક, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, સમાવેશ થાય છે. ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા છે.
મહારાષ્ટ્રમાં ટ્રેક પર કાટમાળના કારણે મુંબઈ જતી માંડવી એક્સપ્રેસ ખેડ સ્ટેશન પર રોકાઈ હતી. જ્યારે શ્રી ગંગાનગર એક્સપ્રેસને કામથે સ્ટેશન પર, તેજસ અને જનશતાબ્દી એક્સપ્રેસને રત્નાગીરી અને સાવંતવાડી દિવાને દીવાનખાવટી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.