વડોદરા, તા.8
રાજ્યમાં નવરાત્રિના તહેવારમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમવા જાય છે, તેવામાં ઘણી વખત કોઈ દુર્ઘટના કે મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ કારણોસર બે ગ્રુપ વચ્ચે બબાલ થતા તણાવ પેદા થયો હતો. પરંતુ આયોજક વચ્ચે પડી સમગ્ર મામલો થાણે પડ્યો હતો. ઝઘડા નું કારણ હજુ સામે આવ્યું નથી.
થોડા દિવસ પહેલા પણ લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબાને લઈને વિવાદ થયો હતો. જેમાં ગરબાના આયોજનથી પરેશાન થયેલા ખેલૈયાઓ જણાવ્યું હતું કે, મોંઘા ભાવે પાસ ખરીદ્યાની સામે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ હતો જેથી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ. જ્યારે પાર્ટી પ્લોટની બહાર નીકળાવામાં ખેલૈયાની ઘણી મુશ્કેલી પડી હતી.