લોન મોંઘી થઈ, હવે તમારે વધુ EMI ચૂકવવો પડશે

By: nationgujarat
15 Jun, 2024

Home Loan: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે. આનો અર્થ એ છે કે હવે તમારે તમારી લોન પર વધુ EMI ચૂકવવો પડશે. RBIની મોનેટરી પોલિસી મીટિંગના થોડા દિવસો બાદ એસબીઆઈએ વ્યાજમાં વધારાની જાહેરાત કરી છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 15 જૂનથી તમામ કાર્યકાળ માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ અથવા 0.1%નો વધારો કર્યો છે. એસબીઆઈના આ પગલાંથી MCLR સંબંધિત તમામ પ્રકારની લોનની ઈએમઆઈ વધશે. આનો અર્થ એ છે કે હવે તમારે પહેલા કરતા દર મહિને લોન પર વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે.

એમસીએલઆર રેટ્સ


Related Posts

Load more