રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું:પિતાની બીમારીથી ઉમેદવારી તો પક્ષના નેતાઓની હેરાનગતિથી કોંગ્રેસ છોડી

By: nationgujarat
22 Mar, 2024

ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે. ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે એવી પણ ચર્ચા ચાલી હતી. આ અટકળોનો આજે અંત આવી ગયો છે. ઉમેદવારી પાછી ખેંચતી વખતે રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે. મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર નહોતા છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.


Related Posts

Load more