Ration Card E-KYC: કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાનું ફરિજ્યાત કર્યું હોવા છતાં હજુ સુધી લગભગ 36 ટકા લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી. જેને ધ્યાનમાં લેતાં સરકારે ફરી એકવાર ઈ-કેવાયસી કરાવવાની સમય મર્યાદા વધારી 30 એપ્રિલ કરી છે. જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી છે. સાથે ઈ-કેવાયસીની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.
રેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોથી અને અંતિમ તક છે, ત્યારબાદ સમય મર્યાદા વધારવામાં આવશે નહીં. જો કોઈ લાભાર્થીએ રેશનકાર્ડને ઈ-કેવાયસી સાથે જોડ્યું નહીં હોય તો તેનું રેશન કાર્ડ રદ થઈ જશે અને સરકારી અનાજ મળવાની સુવિધાથી વંચિત થશે. સરકારનું આ આકરૂ વલણ રેશન વિત્તરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને ડુપ્લીકેશન અટકાવવાનો છે. વધુમાં રાજ્ય અને જિલ્લા પ્રશાસનને મજબૂત દેખરેખ અને પ્રચાર-પ્રસાર કરવા પણ નિર્દેશ આપ્યો છે.
ભાવનગરમાં પણ 12.41 લાખ લોકોનું ઈ-કેવાયસી બાકી
કિશનગંજ જિલ્લામાં કુલ 1576222 રેશન કાર્ડધારકો રજિસ્ટર્ડ છે. જેમાંથી 1066102 લોકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી છે. જે કુલ લક્ષ્યના 67.64 ટકા છે. અર્થાત હજી 5,10,120 લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. જે એક ચિંતાજનક સ્થિતિ છે. ભાવનગર જિલ્લામાં ચાલી રહેલી ઈ-કેવાયસીની કામગીરીમાં 16.40 લાખ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવી લીધું છે. જ્યારે 12.41 લાખથી વધુ લોકોનું હજુ ઈ-કેવાયસી કરવાનું બાકી છે.
ઘરે બેઠા પણ થઈ શકે છે ઈ-કેવાયસી
તમારે ઈ-કેવાયસી માટે બાયોમેટ્રિક્સ કરાવવાનું રહેશે, જેની મદદથી તમારા રેશનની KYC પ્રક્રિયા પૂરી થઈ જશે. સરકાર કેવાયસી દ્વારા એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે, જેઓ ખરેખર મફત રેશન માટે પાત્ર છે. જો તમે પણ ઈ-કેવાયસી કરાવવા માંગો છો, તો તમે ઘરે બેઠા-બેઠા પણ કરાવી શકો છો. અથવા તમે તમારા નજીકના રેશન સેન્ટરમાંથી તેને પૂર્ણ કરાવી શકો છો. જો તમે ઓનલાઈન પ્રક્રિયા અપનાવવા માંગો છો, તો રાજ્ય સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને E-KYC નો વિકલ્પ પસંદ કરો અને તમારા આધાર નંબર દ્વારા ત્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરી શકો છો.