આપણા દેશમાં ક્રિકેટ જોનારો વર્ગ વધુ છે અને જો કોઇ પ્લેયર જરાક સારુ પ્રરદર્શન કરે કે તરત જ ક્રિકેટ ના નિષ્ણાંત સમજતા વ્યકિતઓ તેના વખાણના પહાડો ઉભા કરી દે છે તેવું જ કંઇક હાલ નવા અને યુવા પ્લેયર રિંકુ સિંહ જોડે થઇ રહ્યુ છે. રિંકુ સિંહને ભારતીય ક્રિકેટનો નવો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. રિંકુએ હાલના સમયમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોઈને આ બેટ્સમેનની પણ યુવરાજ સિંહ સાથે સરખામણી થવા લાગી છે. વાસ્તવમાં, રિંકુ જે આક્રમક સ્ટાઈલથી બોલરો સામે બેટિંગ કરે છે તે જોઈને પ્રશંસકો રિંકુને ભારતીય ક્રિકેટનો આગામી પ્રિન્સ કહેવા લાગ્યા છે.જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ વાત કહી હતી.તેનાથી અલગ મત છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગાવસ્કરે રિંકુ વિશે વાત કરતા કહ્યું, “રિંકુની તુલના યુવરાજ સાથે કરવામાં આવી રહી છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે જો રિંકુ તેના નાનાો ભાગ પણ કરવામાં સફળ રહે છે, તો તેની કારકિર્દી સફળ નો સારો સમય મનાશે પરંતુ હવે યુવરાજ સિંહ સાથે તેની તુલના કરવી રિંકુ સિંહ પર વધુ દબાણ લાવવા જેવું છે પરંતુ રિંકુએ તેની ક્ષમતાથી તે કર્યું છે, લોકો તેને બીજો યુવી કહેવા પણ લાગ્યા છે.
પોતાની વાતને આગળ વધારતા ગાવસ્કરે કહ્યું, “રિંકુ હવે ભારતીય ટીમનો એક ભાગ છે, અને હવે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ચાહકો હવે તે બીજા યુવરાજ સિંહ બનવાની અપેક્ષા રાખી રહ્યા છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે શું કર્યું. જો રિંકુ તે એક અંશ પણ કરી શકે છે તો મોટી વાત કહેવાશે.
આ ઉપરાંત તેમણે કહ્યુ કે દરેક ખિલાડીની પ્રતિભા અલગ અલગ છે દરેક ખિલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દેશ માટે જ રમતા હોય છે અને કોઇનું પ્રદર્શન વઘારે કે ઓછુ નહી પણ કેવા સમયે કરે છે તે જોવું જોઇએ યુવરાજે તે સમયે એવુ પ્રદર્શન કર્યુ છે કે તે હાલના સમયના ખિલાડી માટે અઘરુ છે. રિકું એક સારો ખિલાડી છે તેને હાલ તેના પ્રદર્શન પર જ ફોકસ કરવું જોઇએ અને ટીમને કેવી રીતે જીત અપવી શકે તે માટે વિચાવું જોઇએ બાકી લોકોતો વખાણ અને ટીકા બને કરશે.
તમને જણાવી દઈએ કે હાલમાં રિંકુ સિંહ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે. ટી-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે શ્રેણીની બીજી મેચ 12મી ડિસેમ્બરે રમાશે.