Rajkot News: રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાનો આરોપ લગાવ્યો છે. આ ઘોર બેદરકારીની ઘટનાને લઇને યુવતીએ યુનિકેર હોસ્પિટલ સામે ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.જાણીએ શું છે સમગ્ર મામલો
દર્દી માટે ડોક્ટર ભગવાન ન સમાન હોય છે પરંતુ રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબની બેદરકારની કિસ્સો સાંભાળીને આપ ચૌકી જશો. અહીં પગનું ઓપરેશન કરવા માટે આવેલી 20 વર્ષની યુવતીને ખૂબ જ દર્દનાક અનુભવ થયો ત, આ યુવતીને ડાબા પગમાં તકલીફ હતી અને ઓપરેશન માટે તે દાખલ થઇ હતી પરંતુ અહીં યુનિકેરના તબીબની બેદરકારી તો જુઓ તેમણે ડાબાના બદલે યુવતીનું જમણા પગનું ઓપરેશન કર્યોનો દર્દીઓ આરોપ લગાવ્યો છે. . જૂનાગઢની આ યુવતીએ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, જૂનાગઢની આ યુવતીને પગમાં દુખાવો થતા જૂનાગઢના ડોક્ટરને બતાવ્યું હતું બાદ ઓપરેશનનું સજેસ્ટ કરતા આ યુવતી ઓપરેશન માટે 19 એપ્રિલે દાખલ થઇ હતી અને યુવતીના તકલીફ વાળા ડાબા પગને બદલે સાજા પગનું એટલે જમણા પગનું ઓપરેશન કરી દીધું. સમગ્ર ઘટનામાં હાલ તો તબીબની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને હોસ્પિટલ અને ઓપરેશન કરનાર તબીબ સામે કાર્યવહી હાથ ધરી છે.
જો આ સમગ્ર મામલે હોસ્પિટલના મેનેજરે બચાવમાં જણાવ્યું છે કે,” યુવતીની ફરિયાદ એકદમ ખોટી છે,ઓપરેશન પહેલા દર્દી અને સ્વજનોને સમજાવ્યા હતા. જમણા પગમાં સર્જરી કરવાની પણ જાણ કરાઈ હતી.ટૂંકમાં બંને પગમાં સર્જરી કરવાની અગાઉથી જાણ કરાઈ હતી”. મંજૂરી લીધા બાદ જ ઓપરેશન કર્યાનો હોસ્પિટલનો દાવો કરી રહી છે.