યુસુફ પઠાણ કરોડોની સંપત્તિનો માલિક, પૂર્વ ઓલરાઉન્ડર ધરાવે છે આટલી નેટવર્થ, જાણો

By: nationgujarat
17 Mar, 2024

લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ચૂકી છે. ચૂંટણીને લઇ દેશભરમાં હવે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન હવે ગુજરાતનો ક્રિકેટર પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી TMC ના ઉમેદવાર તરીકે લડનારો છે. વડોદરામાં જન્મેલા યુસુફ પઠાણને TMCએ ટિકિટ આપી છે. આમ હવે પૂર્વ ઓલરાઉન્ડર પઠાણ હવે રાજકારણની પીચ પર નવી ઇનીંગ રમશે.

યુસુફ પઠાણની ટિકિટ જાહેર કરવા સાથે જ તેની ચર્ચા શરુ થઇ ચુકી છે. યુસુફ પઠાણ આમ તો ઓછુ બોલતો ક્રિકેટર મનાય છે પરંતુ હવે ચૂંટણીના પ્રચારમાં ગળા બેસે એમ ભાષણ આપતો નજર આવી શકે છે. પઠાણે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પણ કરોડોમાં આળોટે છે. તેની પાસે અઢળક સંપત્તિ છે અને વડોદરામાં મહેલ જેવો બંગ્લો ધરાવે છે.

41 વર્ષનો ક્રિકેટર યુસુફ પઠાણ વર્ષે દહાડે 20 કરોડ રુપિયાની આવક ધરાવે છે. જ્યારે તેની નેટવર્થની વાત કરવામાં આવે તો, 248 કરોડ રુપિયા ધરાવે છે. આમ પૂર્વ ઓલરાઉન્ડર કરોડોની સંપત્તિ ધરાવે છે. તેની પાસે ફોર્ડ એંડેવર અને BMW X5 કાર છે.

ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા સાથે જ તેની મિલ્કતો અને તેની અન્ય સંપત્તિઓ સહિતની વિગતો સત્તાવાર રીતે સામે આવશે. યુસુફ પઠાણ કેટલા કરોડ-અબજનો માલિક છે એ પણ ચૂંટણી અધિકારી સમક્ષ જાહેર કરશે.યુસુફ પઠાણનો મોટો ભાઇ ઇરફાન પઠાણ પણ ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે. યુસુફ પઠાણે તેની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા વતી વર્ષ 2012 માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર બાદ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો ફરીથી થઇ શક્યો નહોતો.
કરિયર પર નજર કરવામાં આવે તો, યુસુફ પઠાણ ભારતીય ટીમ વતીથી 57 વનડે અને 52 ટી20 મેચ રમી ચૂક્યો છે. વનડે ક્રિકેટમાં યુસુફના નામે 810 રન નોંધાયેલા છે. જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. જ્યારે 33 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 ક્રિકેટમાં 22 મેચ રમીને 236 રન અને 13 વિકેટ ઝડપી છે. જ્યારે IPL માં 174 મેચ રમીને 3204 રન નોંધાવ્યા છે. આ દરમિયાન એક સદી અને 13 અડધી સદી નોંધાવી છે.

Related Posts

Load more