યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક W, 2, W, W, W… :

By: nationgujarat
01 May, 2025

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં ગઈકાલે બુધવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચાર વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે CSK ની પ્લેઑફમાં પહોંચવાની તમામ શક્યતા ખતમ થઈ ગઈ. આ મુકાબલામાં યુઝવેન્દ્ર ચહલે આ સીઝનની પહેલી હેટ્રિક લીધી. ચહલે 3 ઓવરમાં 32 રન આપી ચાર વિકેટ ઝડપી. ધોનીએ ચહની ઓવરમાં પહેલાજ બોલમાં સીકસ મારી હતી ત્યાર બાદ બીજા જ બોલે ચહને ધોનીને 11 રન પર આઉટ કર્યો ત્યાર પછી હુડાએ 2 રન કરી ચહલે આઉટ કર્યો , પાંચમાં અનશુલ કામબોજ અને નુર અહમદ ને આઉટ કર્યો હતો.

ચેપૉકમાં લીધી સીઝનની પ્રથમ હેટ્રિક

ચહલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ ચેપૉક સ્ટેડિયમમાં એક જ ઓવરમાં ચાર વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ ઓવરમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. આઈપીએલમાં આ ચહલની બીજી હેટ્રિક હતી. 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચહલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં હેટ્રિક લીધી હતી.

IPLમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનારા ખેલાડીઓ

યુઝવેન્દ્ર ચહલ – (RR vs KKR, 2022)

આંદ્રે રસેલ (KKR vs GT, નવી મુંબઈ 2022)

યુઝવેન્દ્ર ચહલ (PBKS vs CSK, ચેન્નઈ 2025)

IPLમાં સૌથી વધુ હેટ્રિક

– અમિત મિશ્રા – 3 (2008, 2011, 2013)

– યુવરાજ સિંહ – 2 (2009)

– યુઝવેન્દ્ર ચહલ – 2 (2022, 2025)

IPLમાં સૌથી વધુ 4+ વિકેટ ઝડપનારા ખેલાડીઓ

યુઝવેન્દ્ર ચહલ –9

– સુનીલ નારાયણ -8

– લસિથ મલિંગા – 7

– કાગીસો રબાડા – 6

પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનારા બોલર્સ

યુવરાજ સિંહ- 2

અમિત મિશ્રા- 1

સેમ કરન- 1

યુઝવેન્દ્ર ચહલ-1

ચહલનું આ પર્ફોર્મન્સ ફક્ત વ્યક્તિગત સિદ્ધિઓ માટે જ નહીં, પરંતુ તેની ટીમ માટે ગેમ-ચેન્જર સાબિત થયું છે. તેની બોલિંગે પંજાબ કિંગ્સને જીત અપાવી પ્લેઓફની રેસમાં જાળવી રાખી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSK સંપૂર્ણ 20 ઓવર રમી શકી ન હતી અને 190 રનમાં ઓલઆઉટ થઈ હતી. ચહલે 19મી ઓવરમાં હેટ્રિક સાથે એક ઓવરમાં જ 4 વિકેટ ઝડપી હતી.


Related Posts

Load more