વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાતે છે. અહીં રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીને ગ્રીસનું બીજું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ થી સન્માન કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું- હું આ સન્માન માટે ગ્રીસના રાષ્ટ્રપતિ, ગ્રીસની સરકાર અને લોકોનો આભાર માનું છું. આ ગ્રીસના લોકોનો ભારત પ્રત્યેનું સન્માન દર્શાવે છે. આ પછી ભારત અને ગ્રીસ વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત શરૂ થઈ હતી.
આ પછી, સંયુક્ત નિવેદનમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું- અમે એકબીજાને જૂના મિત્રોની જેમ સમજીએ છીએ. અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. PMએ ગ્રીસમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોને મળ્યા હતા. મોદીએ કહ્યું- ચંદ્રયાનની સફળતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. તેનાથી તમામ વૈજ્ઞાનિકો અને માનવતાને મદદ મળશે. એથેન્સમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ટોમ્બ ઓફ અનનોન સોલ્જર’ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ એથેન્સમાં એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
PM મોદીના સંબોધનની મોટી વાતો