યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે પોતાની સ્પીડથી ચાહકોની સાથે સાથે ઘણા દિગ્ગજ ક્રિકેટરોનું દિલ જીતી લીધું છે. આઈપીએલ 2024માં માત્ર બે મેચમાં તેણે પોતાની ઘાતક બોલિંગ સામે ઘણા મોટા ખેલાડીઓને પેવેલેનીયમ જવા મજબૂર કર્યા હતા. તેના પ્રદર્શનના આધારે, મયંકે પંજાબ અને બેંગલુરુ સામેની બેક ટુ બેક મેચોમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા. જો કે મયંકની સ્પીડ વિશે સૌથી વધુ વાત કરવામાં આવી છે, પરંતુ તે સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશન ઈચ્છે છે કે BCCI તરત જ ફાસ્ટ બોલરનો કોન્ટ્રાક્ટ મયંક યાદવને આપે. IPL 2020 માં, લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખ રૂપિયામાં મયંક યાદવને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો પરંતુ તે ઈજાને કારણે રમી શક્યો ન હતો. મયંક યાદવે તેની પહેલી જ IPL મેચમાં પોતાની ગતિથી તબાહી મચાવી હતી. ફાસ્ટ બોલરે પંજાબ કિંગ્સ સામે IPL 2024નો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. જે 155 કિમી/કલાકથી ઉપર હતી, RCB સામેની બીજી મેચમાં, મયંકે 156.7 કિમી/કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, જે IPL ઇતિહાસમાં ચોથો સૌથી ઝડપી બોલ હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ સમાપ્ત થયા બાદ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ઈયાન બિશપે ટ્વીટ કર્યું હતું કે, ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટમાં છઠ્ઠા બોલરનું નામ ઉમેરવા માટે વધુ જોવાની જરૂર નથી.આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરે ઝડપી બોલરોને અલગ કોન્ટ્રાક્ટ આપવાના બીસીસીઆઈના નિર્ણયની પ્રશંસા કરી હતી. BCCI એ 2023/24 સિઝન માટે વરિષ્ઠ પુરૂષ ટીમ માટે વાર્ષિક રિટેનરશિપ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં આકાશ દીપ, વિજયકુમાર વિષક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વાથ કવેરપ્પાને કોન્ટ્રાક્ટ મેળવવાની સાથે પસંદગીના ફાસ્ટ બોલરો માટે ખાસ કરારનો સમાવેશ થાય છે.