‘મને માફ કરી દો, કાળો જાદૂ કરાયો હતો..’ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટથી વિવાદોમાં આવેલી અપૂર્વા રડી પડી

By: Krunal Bhavsar
10 Apr, 2025

Apoorva Mukhija Apologises: કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ અપૂર્વા મખીજા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદના કારણે ચર્ચામાં છે. 1 એપ્રિલ, 2025ના રોજ તેણે ઈન્સ્ટાગ્રામ પરથી તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. એક અઠવાડિયા બાદ મંગળવારે 8 એપ્રિલ 2025ના રોજ તેણે સોશિયલ મીડિયા પર વાપસી કરી અને નેટીઝન્સ તરફથી મળેલી મારી નાખવાની ધમકી અને રેપની ધમકીઓના સ્ક્રીનશોટ શેર કર્યા. તેણે બીજી એક પોસ્ટ પણ શેર કરી જેમાં લખ્યું કે, કહાનીકાર સે કહાની કો દૂર મત કરો.’ આ બંને પોસ્ટ વાઈરલ થઈ અને લોકો સતત તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે બે દિવસ પછી બુધવારે તેણે તેની યુટ્યુબ ચેનલ પર એક વિડિઓ શેર કર્યો, જેમાં તેણે સમજાવ્યું કે ‘મને ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેવી રીતે મળ્યો. વિવાદ પછી મારી સાથે શું થયું અને હું હવે તેમાંથી કેવી રીતે બહાર નીકળી રહી છું.’

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેવી રીતે ઓફર થયો?

અપૂર્વા મખીજાએ જણાવ્યું કે, ‘ગત વર્ષે એક ઈવેન્ટ દરમિયાન મારી મુલાકાત સમય રૈના સાથે થઈ હતી, જેણે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માટે મારો સંપર્ક કર્યો હતો. બાદમાં રૈનાએ થોડા અઠવાડિયા સુધી મારો કોઈ સંપર્ક ન કર્યો, પરંતુ પછી મેં કોમેડિયનને આ વિશે મેસેજ કર્યો તો તેણે કહ્યું કે હું લંડનમાં છું અને પાછા ફર્યા પછી એપિસોડનું શૂટિંગ કરીશ.’ એક્ટ્રેસ દેવ દિવાળી માટે પોતાના પરિવાર સાથે ફરવા જવાની હતી અને તે જ સમયે તેને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના શૂટિંગ માટે બોલાવવામાં આવી હતી. તે શોનો હિસ્સો બનવા માટે એટલી ઉત્સાહિત હતી કે તેણે પોતાની ટ્રિપ કેન્સલ કરી દીધી. અપૂર્વાએ જણાવ્યું કે, ‘જ્યારે હું શૂટિંગ માટે પહોંચી અને થોડા સમય પછી જ્યારે હું પોતાના ગ્રીન રૂમમાં ગઈ, ત્યારે હું મારા મેનેજર અને મિત્રો સામે રડી પડી અને કહ્યું કે, હું શો માટે યોગ્ય નથી, પરંતુ બાદમાં સમયે મને શાંત થવા કહ્યું.’

અપૂર્વાએ માગી માફી

વીડિયોમાં આગળ અપૂર્વાએ ચાહકોની માફી માગી અને કહ્યું કે, ‘હું ખરેખર લોકોનું મનોરંજન કરવા અને તેમને હસાવવા માટે કન્ટેન્ટ બનાવું છું. હું ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવા નથી માગતી અને મને ખૂબ જ દુઃખ છે કે મારે મારા શબ્દો પર વધુ આપવું જોઈતું હતું, પરંતુ મને પાઠ મળી ગયો છે અને હું વચન આપું છું કે હું આગળ વધુ સારું કરીશ. મને આશા છે કે તમે લોકો મને માફ કરશો અને જો મેં તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માગુ છું.’ આ જ વીડિયોમાં, તેણે બીજી ઘણી બાબતો વિશે પણ વાત કરી અને આ ઘટના પછી તેના પિતાની પ્રતિક્રિયા શું હતી તે પણ જણાવ્યું.

પિતાએ કર્યો સપોર્ટ

અપૂર્વાએ જણાવ્યું કે, ‘જ્યારે પોલીસ સ્ટેશનમાંથી બહાર આવવાનો વીડિયો વાઈરલ થયો, ત્યારે મારા પિતાએ તેને ફોન કરવાનું શરૂ કર્યું, પરંતુ મેં એ વિચારીને ફોન ન ઉપાડ્યો કે મારા પિતા મારા પર ગુસ્સે થશે. જોકે, જ્યારે મેં ફોન ન ઉપાડ્યો, ત્યારે મારા પિતાએ મને એક મેસેજ મોકલ્યો જેમાં તેમણે લખ્યું હતું કે, ગમે તે થાય, હું તારી સાથે ઊભો રહીશ.’ અપૂર્વાએ એમ પણ જણાવ્યું કે, આ દરમિયાન મને રેપની ધમકીઓ મળી હતી અને ઘણા અજાણ્યા લોકોએ મારું ઘર શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત, તેણે એ પણ જણાવ્યું કે પાપારાઝીએ તેની સાથે કેવું વર્તન કર્યું. તેણે કહ્યું કે, ‘મેં પાપારાઝીને મૂર્ખ બનાવવા માટે એક માસ્ટરમાઈન્ડ પ્લાન ઘડી કાઢ્યો હતો.’ મારી મિત્ર બહાર આવે છે અને બધા પેપ્સ મારી મિત્રની પાછળ પડી જાય છે, તેને ધક્કો મારે છે, તેના મોંમાં કેમેરા નાખી રહ્યા છે, અને કહે છે કે તું અભદ્ર છે. ખૂબ જ પરેશાન કરી રહ્યા છે.’

કાળો જાદૂ કરાયો હતો

વધુમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘હું તે દિવસે ખરેખર ખૂબ રડી હતી. આ ખૂબ જ અમાનવીય હતું. તે લોકો મને મારી કારમાં બેસવા દેતા નહોતા, તેઓ ફક્ત મને ધક્કો મારી રહ્યા હતા. મારી મિત્ર કારમાં બેસી ન શકી તેથી તેઓ મારી મિત્રનો 1 કિમી સુધી પીછો કરતા રહ્યા અને કહ્યું કે તું અપૂર્વાને કેવી રીતે ઓળખે છે… તે પણ ખૂબ જ આઘાતમાં છે. આ વિડીયો વાયરલ થયો અને તેને નેશનલ મીડિયા પર ચલાવ્યો, મારા પરિવાર અને મારા બધા સંબંધીઓએ તે જોયો અને તેમણે મારા પિતાને ફોન કર્યો.’ આ  દરમિયાન અપૂર્વા એમ પણ કહ્યું કે, ‘એક ટેરો કાર્ડ રીડરે મને કહ્યું કે કાળો જાદુ ખતમ થઈ ગયો છે અને તે તેની સાથે સંમત હતી. મને કહેવામાં આવ્યું કે, ક્યાંક વિદેશમાં જતી રે જેથી કાળો જાદુ ખતમ થઈ જાય.’


Related Posts

Load more