Related Posts
સાળંગપુર: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ:07-06-2025 ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવ્યા છે.આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે ભીમ અગિયારસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે.