ભારત ઇંગ્લેન્ડ સામે 4-0 થી હારશે,ઇંગ્લેન્ડના આ દિગ્ગજની ભવિષ્યવાણી

By: nationgujarat
26 Jun, 2025

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે છે. આ ટીમમા અનુભવી ખિલાડી ઓછા છે ટીમ યંગ છે અને આશા બહુ છે અને હોય પણ કેમ નહી કારણ કે ભારતમા ટીમ ઇન્ડિયાના ચાહકો ટીમની હાર જોઇ શકતા નથી ટીમ અંદાજે 12 વર્ષથી ઇંગ્લેન્ડમા કોઇ સિરિઝ જીતી નથી. આ વખતે ટીમ પાસે તક સારી છે કારણ કે ઇંગ્લેન્ડ પાસે પણ અનુભવી ખિલાડી ઓછા છે.

જો કે સિરિઝ શરૂ થઇ તે પહેલા બંને દેશના પુર્વ ક્રિકેટરો પોતા પોતાના મંતવ્યો સોશિયલ મીડિયામા શેર કરતા હતા જેમા ઇંગ્લેન્ડના પુર્વ ખિલાડી માઇકલ વોર્ને કહ્યુ હતુ કે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે 4-0 થી હારશે. સોશિયલ મીડિયામાં એકટવિ ભારતના પુર્વ ક્રિકેટર વસીમ જાફર અને માઇકલ વચ્ચે સિરિઝને લઇ ઘણી પોસ્ટ જોવા મળી હતી

માઇકલ વોર્ને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને વસીમ જાફરને ટેગ કરી કહ્યુ કે ઇવનીગ જાફર આશા છે કે તમે સ્વસથ્ય હશો  #1-0

જાફરે આ પોસ્ટનો વળતો જવાબ આપતા જણાવ્યું કે, આનંદ છે કે એક યુવા ભારતીય ટીમે તમને પ્રેશરમા લાવી દિધા. જીતનો આનંદ માણો માઇકલ અમે પરત આવીશુ

આ પોસ્ટ પછી માઇકલે જણાવ્યું કે, ભારત હવે આ સિરિઝ 4-0 થી હારશે . પહેલી ટેસ્ટ મેચ ભારત હારી ગયુ છે અને હવે બીજી ટેસ્ટ મેચ 2 જૂલાઇથી શરૂ થવાની છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ માટે બર્મિઘમ પહોંચી ગઇ છે. હવે જોવાનું એ છે કે ગીલ એન્ડ કંપની બીજી ટેસ્ટમા કમ બેક કરે છે કે માઇકલ વોર્નની ભવિષ્ય વાણી સાચી સાબિત થશે.


Related Posts

Load more