ભારતે ત્રીજી T20 7 વિકેટે જીતી:પંડ્યાએ છગ્ગો ફટકારીને જીત અપાવી,

By: nationgujarat
09 Aug, 2023

ભારતે વેસ્ટઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં કમબેકના સંકેત આપ્યા છે. ટીમે ત્રીજી T20 મેચ 7 વિકેટે જીતી લીધી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આ જીત બાદ સિરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે. શ્રેણીની ચોથી મેચ 12 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં રમાશે.

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે સૂર્યા અને તિલકની ઇનિંગની મદદથી 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

સૂર્યાએ તેની 14મી અડધી સદી ફટકારી
34 રને ગિલના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. તેણે 44 બોલમાં 83 રન બનાવ્યા હતા. સૂર્યાએ T20 ઈન્ટરનેશનલની 14મી અડધી સદી ફટકારી હતી.

સૂર્યા-વર્માની અડધી સદીની ભાગીદારી
ઓપનરોના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે તિલક વર્મા સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. યાદવ-વર્માની જોડીએ 51 બોલમાં 87 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી અલ્ઝારી જોસેફે સૂર્યાને આઉટ કરીને તોડી હતી.

વેસ્ટઈન્ડિઝની ઇનિંગ…
​​​​​​
​ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેરેબિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. ઓપનર બ્રેન્ડન કિંગે 42 રનની ઇનિંગ રમી હતી. તેણે કાઇલ મેયર્સ સાથે 55 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બાદમાં કેપ્ટન રોવમેન પોવેલે 40 રન બનાવી સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો.

ભારત તરફથી કુલદીપે 3 વિકેટ ઝડપી હતી. આ ફોર્મેટમાં તે સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. કુલદીપે ચહલનો 34 ઈનિંગ્સનો રેકોર્ડ તોડ્યો હતો. અક્ષર પટેલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી.


Related Posts

Load more