ભારતને ઇંગ્લેન્ડ સામે મેચ જીતાડવામાં બુમરાહ અને શમીનો મહત્વનો રોલ ,શમીએ 4 અને બુમરાહે 3 વિકેટ

By: nationgujarat
29 Oct, 2023

લખનૌના એકાના સ્ટેડિયમમાં રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો જાદુ જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની મેચમાં 230 રનના લક્ષ્યનો પીછો કરવાઉતરી પણ બુરમાહની ધારદાર બોલીગે સપના પર પાણી ફેરવી દીધુ. બુમરાહે ડિફેન્ડિંગ ચેમ્પિયનના બેટ્સમેન ડેવિડ મલાન અને જો રૂટને બે બોલ પર આઉટ કર્યા હતા. આ સિવાય બુમરાહે પણ બેટિંગ કરતા અણનમ 16 રન બનાવ્યા હતા. આ પછી પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ પણ જસપ્રિત બુમરાહના વખાણ કરવાથી પોતાને રોકી શક્યો નહીં. ક્રિકેટ ચાહકો પણ બુરમાહ અને શામની બોલીગથી ખૂબ જ ખુશ જોવા મળ્યા જેમને ઇંગ્લેન્ડના ટોપ ઓરડને ધ્વસ્ત કરી દીધુ .

ઇરફાન પઠાણે જસપ્રીત બુમરાહ વિશે કહ્યું કે તે વિશ્વનો સૌથી કુશળ બોલર છે. ઈરફાન પઠાણનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. યુઝર્સ પોતપોતાની રીતે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને જસપ્રિત બુમરાહને સપોર્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન ડેવિડ મલાનને 16ના સ્કોર પર અને જો રૂટને શૂન્યના સ્કોર પર એલબીડ કર્યો હતો.

શમીએ પણ પોતાને ફરી સાબિત કર્યો છે કે ટીમમાં તેને બહાર બેસાડવો ટીમ માટે સાુર નથી અને બુમરાહની વિકેટ પછી તરત જ શમીએ પણ બે મહત્વની વિકેટ લીધી અને ઇંગ્લેન્ડની બેટીનો સ્તંભ તોડી નાખ્યો. શમીએ બેરીસ્ટો,બેન સ્ટોક,મોઇમ અલી,આદીલ રશીદ,ની વિકેટ ઝડપી ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. શ્મીએ 7 ઓવરમાં 2 મેડર 22 રન અને 4 વિકેટ લીધી તો બુરમાહે બુરમાહે 6.5 ઓવર એક મેડન 32 રન 3 વિકેટ લીધી

 

સ્પિનર કુલદીપ અને જાડેજાએ પણ વિકેટ લીધી કુલદીપે 2 અને જાડેજા એક વિકેટ લીધી હતી આમ ઇંગ્લેન્ડની ટીમ 129 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી શરૂઆથની 3 ઓવરમા લાગતુ હતું કે ઇંગ્લેન્ડ સરળતાથી સ્કોર ચેઝ કરી લેશે પરંતુ ભારતીય બોલોરોએ તરખાત મચાવી દીધો અને ભારતની 6 જીત વિશ્વકપમાં થઇ.


Related Posts

Load more