ભારતની નવી બ્યુટી ક્વીન: 52 સુંદરીઓને માત આપીને કેરળની કાઝિયા બની ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’

By: Nation Gujarat Team
24 Aug, 2026

Miss Universe India 2026: ગુલાબી નગરી જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ના ગ્રાન્ડ ફિનાલેમાં કેરલમની કાઝિયા લિઝ મેજોએ ઈતિહાસ રચી દીધો છે. દેશભરમાંથી આવેલા 52 સુંદર અને ટેલેન્ટેડ સ્પર્ધકોને પાછળ છોડતા કાઝિયાએ આ નેશનલ ટાઇટલ પર પોતાનો કબજો જમાવ્યો છે. હવે તેની શાનદાર જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.

જયપુરના ઝી સ્ટૂડિયોમાં રવિવારની સાંજે આયોજીત મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો ફાઇનલ મુકાબલો રોમાંચક રહ્યો. મહિનાઓ સુધી ચાલેલા ઓડિશન, ગ્રૂમિંગ સેશન અને અલગ-અલગ પ્રીલિમિનરી રાઉન્ડ્સ બાદ 52 ફાઇનાલિસ્ટ આ મંચ સુધી પહોંચી હતી. આયોજકો અનુસાર આ વખતે સ્પર્ધા માટે દેશભરમાંથી લગભગ 8-9 હજાર અરજીઓ આવી હતી. પ્રાદેશિક સ્પર્ધા, ફાઇનલ ઓડિશન, વાઇલ્ડકાર્ડ એન્ટ્રી અને એનઆરઆઈ કેટેગરી દ્વારા પસંદ કરવામાં આવેલી સુંદરીઓ વચ્ચે સ્વિમશૂટ રાઉન્ડથી લઈને સ્પીચ અને ઈન્ટ્રોડક્શન રાઉન્ટ સુધી ટક્કર જોવા મળી હતી.

કોણ છે તાજ જીતનારી કાઝિયા લિઝ મેજો?
કેરલમના માવેલિક્કારાની રહેવાસી કાઝિયા લિઝ મેજો માત્ર 19 વર્ષની છે. તે કાયદાનો અભ્યાસ કરવાની સાથે મોડલિંગ પણ કરે છે. કાઝિયા આ પહેલા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કરી ચૂકી છે. તેણે 2025મા મિસ ટીન આંતરરાષ્ટ્રીયમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને પ્રથમ રનર્સઅપ રહી હતી. આ સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ પ્રથમ રનર્પઅપ અને મિસ ઈન્ટરનેશનલ ઈન્ડિયા 2026 બની, જ્યારે ગુજરાતની અનુશ્રી સાતવલેકર બીજી રનરઅપ રહી.

જીત બાદ ખુશીના આંસુ
તાજ પોતાના નામે કર્યા બાદ કાઝિયા ખુબ ભાવુક જોવા મળી. તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ માત્ર તેનું નહીં પરંતુ તેના પરિવાર અને કેરલમના તે બધા લોકોનું સપનું હતું જે તેના પર વિશ્વાસ કરતા હતા. તેણે કહ્યું કે સુષ્મિતા સેન જેવા દિગ્ગજોના હાથે આ સન્માન મેળવવું તેના જીવનની મોટી અને યાદગાર ક્ષણ છે.

સુષ્મિતા સેન સહિત દિગ્ગજોએ સંભાળી જજની ખુરશી
આ ગ્રાન્ડ ફિનાલેની જ્યુરી પેનલ ખાસ અને ગ્લેમરથી ભરેલી હતી. જુરીની કમાન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ (1994) સુષ્મિતા સેને સંભાળી. તેમની સાથે પૂર્વ મિસ યુનિવર્સ ઈન્ડિયા સેલિના જેટલી અને ઉર્વશી રૌતેલા પણ જજની ભૂમિકામાં જોવા મળી. આ સિવાય મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 રિયા સિંધા, ફિલ્મ નિર્માતા પ્રજ્ઞા કપૂર, ઉદ્યમી વિશા લાધિયા, મિસ ફાર્મ 2025 એના બ્લાન્કો અને ડર્મોટોલિસ્ટ ડો. સ્તુતિ ખરે શુકલા સામેલ થયા હતા.

પ્યૂર્ટો રિકોમાં ભારતનું પ્રતિનિધિત્વ
મિસ યુનિવર્સ ઈન્ડિયાનું ક્રાઉન પોતાના નામે કર્યા બાદ હવે કાઝિયાનો આગામી ટાર્ગેટ 75મી મિસ યુનિવર્સ સ્પર્ધા છે. આ ભવ્ય ઈન્વેન્ટનું આયોજન આ વર્ષે નવેમ્બરમાં પ્યૂર્ટો રિકોમાં થશે.

Related Posts

Load more