કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એનિમિટેડ વીડિયો મુદ્દે પોલીસે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા (JP Nadda) અને આઈટી સેલના વડા અમિત માલવીય (Amit Malviya)ને સમન્સ પાઠવ્યું છે. વાસ્તવમાં કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યા બાદ ભારે વિવાદ થયો હતો. કોંગ્રેસ આ મુદ્દે નડ્ડા, માલવીયા અને કર્ણાટક ભાજપ અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કર્ણાટક પોલીસે નડ્ડા-માલવીયાનો સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, ભાજપે સિદ્ધારમૈયા અને રાહુલનો વીડિયો ખોટી રીતે દર્શાવ્યો છે.
કોંગ્રેસે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના મીડિયા એન્ડ કોમ્યુનિકેશન પ્રમુખ રમેશ બાબુએ ચૂંટણી પંચમાં પત્ર લખ્યો છે કે, ‘કર્ણાટક ભાજપે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના લોકો વિરુદ્ધ દુશ્મનાવટ, તિરસ્કાર અને દુર્ભાવનાની લાગણીઓ ઉભી કરવાના હેતુથી કથિત રીતે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કથિત રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને ડરાવાયા છે અને કહેવાયું છે કે, તેઓ એક ખાસ ઉમેદવારને મત ન આપે.’ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ ચાલી રહ્યો છે.
ભાજપે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું, કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસ (Congress)ના પત્રમાં જણાવાયું છે કે, ‘કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka CM Siddaramaiah) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને વીડિયોમાં એનિમેટેડ રીતે દર્શાવાયા છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, ભાજપે (BJP) બંને નેતાઓનો સહારો લઈને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે, કોંગ્રેસ પાર્ટી કોઈ ખાસ ધર્મના લોકોનું સમર્થન કરી રહી છે અને એસસી-એસટી અને ઓબીસી સમાજના સભ્યો પર જુલમ કરી રહી છે. કર્ણાટક ભાજપે શનિવારે ચોથી મેએ આ વીડિયો શેર કર્યો હતો