Related Posts
Junagadh MP Rajesh Chudasm: ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. પ્રાચીમાં જાહેર મંચ પરથી પાંચ વર્ષ નડયા તેને નહીં છોડવાની ધમકી આપી છે. પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન ભારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો.
જેમાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું કોઈને છોડીશ નહીં.
2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં હીરા જોટવા (કોંગ્રેસ)ને 4,44,156 મત મળ્યા હતા, જ્યારે રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા હતા. ત્યારે ભાજપના રાજેશ ચુડાસમા 1,34,360 મતથી ભાજપની જીત થઈ હતી.