ભયાનક યુદ્ધના ભણકારા? ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધતાં તણાવના કારણે ત્રણ દેશે બંધ કરી એરસ્પેસ

By: nationgujarat
26 Oct, 2024

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) શનિવારે ઈરાનમાં ઘણાં સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. સાથે જ તેહરાનને ચેતવણી આપી છે કે, જો તેણે તણાવ વધારવાની ભૂલ કરી તો વળતો જવાબ આપવામાં આવશે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાન, સીરિયા અને ઈરાકે પોતાના હવાઈ વિસ્તારને સંપૂર્ણ રીતે બંધ કરી દીધાં છે. ઓપન સોર્સ ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 અનુસાર, આ ત્રણ દેશો ઉપરથી કોઈપણ વિમાન ઉડાન નથી ભરી રહ્યું. જોકે, ઈરાને હવે ઘોષણા કરી કે, તે હુમલા બાદ ઉડાન ફરીથી શરૂ કરશે. ઈરાકે કહ્યું કે, હુમલા બાદ તેણે નાગરિક ઉડ્ડયનની સુરક્ષાને જોતા હવાઈ વિસ્તાર પર પ્રતિબંધ લગાવ્યો છે.

ત્રણ તબક્કામાં કરાયો હુમલો

આઈડીએફ અનુસાર, શનિવારે સવારે ઈઝરાયલ વાયુ સેના (આઈવીએફ)ના સહયોગથી ત્રણ તબક્કામાં હુમલો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 1 ઓક્ટોબરે તેહરાન બેલિસ્ટિક મિસલાઇલ એટેકનો જવાબ હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું, ‘આઈડીએફે પોતાનું મિશન પૂરૂ કરી લીધું છે. જો ઈરાની શાસને નવેસરથી તણાવ વધારવાની ભૂલ કરી તો, અમે વળતો જવાબ આપીશું. આઈએએફના વિમાન ઓપરેશનથી સુરક્ષિત પાછા આવી ગયાં છે.

ગંભીર પરિણામ ભોગવવા પડશેઃ ઈઝરાયલ

આઈડીએફે કહ્યું, ‘જે લોકો ઈઝરાયલને ધમકી આપે છે અને તણાવ વધારવાનો પ્રયાસ કરે છે, તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. આજની કાર્યવાહી ઈઝરાયલ અને તેમના નાગરિકોની આક્રામક અને રક્ષાત્મક બંને પ્રકારની રક્ષા કરવાની અમારી ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આઈડીએેફે કહ્યું કે, ખુફિયા જાણકારીના આધારે વાયુસેનાએ ઈરાનમાં એવી મેન્યુફેક્ચરિંગ સાઇટ્સને નિશાનો બનાવ્યો છે, જ્યાં ગયા વર્ષે ઈઝરાયલ પર છોડવામાં આવેલી મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આઈડીએફે કહ્યું કે, આ મિસાઇલ ઈઝરાયલ નાગરિકો માટે સીધો અને તાત્કાલિક ખતરો છે. આ સિવાય, આ અભિયાનમાં સપાટીથી હવામાં માર કરનારી ઈરાની મિસાઇલને પણ નિશાનો બનાવવામાં આવ્યો. જેનો ઉદ્દેશ ઈરાની એર સ્પેસમાં ઈઝરાયલના ઓપરેશનલ ફ્રીડમને સીમિત કરવાનું હતું.


Related Posts

Load more