ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારે

By: nationgujarat
26 Aug, 2024

હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારો પર સિસ્ટમ પહોચતા  આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.  હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેરગામમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કરી છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે અને 25 ગામને એલર્ટ કરાયા છે. 4 ઈંચ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે.  AMCની એક બેઠક મળી છે. પૂર્વમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયું છે. ચામુંડા બ્રિજ તરફ આવવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે.

સોમવાર અને મંગળવારે વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર અને આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. IMD એ આવા સ્થળો માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

IMDએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઓછા દબાણના વિસ્તારને કારણે છે, જે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ જવાની શક્યતા છે. તે 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. ત્યારપછી, તે લગભગ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 29 ઓગસ્ટની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છ અને નજીકના દક્ષિણ પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવશે.


Related Posts

Load more