બ્રિટનના અનેક ભાગોમાં ભારે વરસાદને પગલે પૂર, 400થી વધુ વીજળી પડવાની ઘટનાથી ફફડાટ

By: Krunal Bhavsar
24 Mar, 2025

Britain Flood News : બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઇસ્ટ મિડલેંડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે. અચાનક થયેલા ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે.

આકાશમાંથી વીજળી પડવાની 400 ઘટનાઓથી લોકો ભયભીત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ 20 મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે વધતા કલાયમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવના છે.

બ્રિટનના હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવ્યું છે. જ્યારે નેશનલ હાઇવેએ જણાવ્યું છે કે શનિવારના યોર્કશાયરમાં એમ-18ના કેટલાક ભાગ બંધ કરી દેવામાં આવ્યા હતાં.

વાર્વિકની પાસે એમ-40ના કેટલાક ભાગોને પણ બંધ રાખવામાં આવ્યા હતાં. હવામાન વૈજ્ઞાાનિક એલી ગ્લેઝિયરે જણાવ્યું હતું કે લંડન અને બકિંઘમશાયરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન આવ્યો હતો.

તેમણે એ પણ જણાવ્યું હતું કે વરસાદનું સ્તર મહત્તમ 10 થી 15 મિલીમીટરની વચ્ચે હતું અને આ વરસાદ 20 મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે લગભગ 300 થી 400 વીજળી પડવાની ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટના એવા સમયે જોવા મળી છે જ્યારે બ્રિટનમાં 1972પછીનો સૌથી ગરમ દિવસ જોવા મળ્યો હતો.


Related Posts

Load more