મુંબઈ.તા.17
બેંક ક્રેડિટ વૃદ્ધિની ગતિ ધીમી પડી રહી છે, જેમાં ચાલુ વર્ષ દરમિયાન બેંક ડીપોઝીટ એડવાન્સમાં વધી રહી છે. 26 જુલાઈ, 2024 સુધીમાં બેંક ડીપોઝીટ 211.9 લાખ કરોડ હતી, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે બેન્કોએ માર્ચ 2024 થી અત્યાર સુધીમાં 7.2 લાખ કરોડની ડીપોઝીટ હતી, જે અગાઉના સમયગાળા દરમિયાન ઉમેરેલી રકમ કરતાં 3.5 ટકા વધુ હતી.
જુલાઈ 2024 ના અંતે, બેંક ક્રેડિટ 168.1 લાખ કરોડ હતી જે માર્ચના અંતે 3.8 લાખ કરોડ કરતાં વધારે હતી. અગાઉના સમયગાળા દરમિયાન બેન્કોએ જે પ્રગતિ કરી હતી તેના કરતાં લોન 2.3 ટકા વધુ હતી.
કેરએજ રેટિંગ્સના વિશ્લેષકોએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “ક્રેડિટ ઓફટેક ચાલું રહે છે અને ડિપોઝિટ વૃદ્ધિ સાથે ક્ધવર્ઝન થઈ રહ્યું છે. વ્યક્તિગત લોન અને એમ.એસ.એમ.ઈ.એસ માં વૃદ્ધિ આ વધારા માટે જવાબદાર છે. ક્રેડિટ વૃદ્ધિ સપાટ રહી છે.
અહેવાલમાં જણાવાયું હતું કે “થાપણો 2024 – 25 માં અગ્રણી બનવાનું ચાલુ રાખશે બેંકો તેમની ફ્રેન્ચાઇઝીને મજબૂત બનાવવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે. બેંકો ડીપોઝીટના પ્રમાણપત્રો દ્વારા ભંડોળ પણ મેળવી રહી છે. આ ફોકસનો હેતુ અવરોધોને રોકવાનો છે. ડીપોઝીટ વૃદ્ધિને કારણે ધિરાણ વધ્યું છે,.
વર્ષ-દર-વર્ષમાં, ક્રેડિટમાં 13.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ગયા વર્ષની સરખામણીમાં પ્રમાણમાં ધીમો હતો, જેમાં 19.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી; જ્યારે ડીપોઝીટમાં 10.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ડીપોઝીટ વૃદ્ધિ સુધારો દર્શાવે છે, પાછલા વર્ષમાં ક્રેડિટ વૃદ્ધિમાં પાછળ રહી હતી.
ક્રેડિટમાં મંદીના પરિણામે બેંકોનો ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો સતત બીજા પખવાડિયામાં 80 ટકાની નીચે રહ્યો હતો. એચડીએફસી બેંક સાથે બેંકિંગ સિસ્ટમ માટે ડીપોઝીટ અને ક્રેડિટના એકંદર ગુણોત્તરમાં વધારો થયો હતો. એચડીએફસી દ્વારા એડવાન્સ્ડ લોનને બાદ કરતાં, ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો 77 ટકા રહ્યો હતો.