મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. વર્લ્ડ કપ 2023માં ભારતે પ્રથમ વખત 300થી વધુ રન બનાવ્યા છે. જેના જવાબમાં શ્રીલંકાનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે પડી ભાંગ્યો છે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પ્રથમ પાવરપ્લેમાં શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી. આ દરમિયાન બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે જે આજ સુધી કોઈ બોલર વર્લ્ડ કપમાં કરી શક્યો નથી.
વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે જસપ્રીત બુમરાહે પહેલા જ બોલ પર શ્રીલંકાના બેટ્સમેન પથુમ નિસાન્કાને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. નિસાંકા પ્રથમ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે બુમરાહ વર્લ્ડ કપમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. આ વિકેટ સાથે જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપ 2023માં 14 વિકેટ ઝડપી છે. તે ચાલુ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
પાથુમ નિસાંકા વિશ્વકપની એક ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર જ આઉટ થનારો ત્રીજો શ્રીલંકન બેટ્સમેન બની ગયો છે. 2015માં લાહિરુ થિરિમાને અફઘાનિસ્તાન સામે પ્રથમ બોલ પર આઉટ થયો હતો. દિમુથ કરુણારત્ને 2019 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો અને 2023 વર્લ્ડ કપમાં નિસાંકા પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી અને લખાય છે ત્યાં સુધી અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. જો શ્રીલંકા આ મેચ હારી જાય છે તો વર્લ્ડ કપ 2023માં આ તેની પાંચમી હાર હશે.
Fall of wickets: 1-4 (Rohit Sharma, 0.2 ov), 2-193 (Shubman Gill, 29.6 ov), 3-196 (Virat Kohli, 31.3 ov), 4-256 (KL Rahul, 39.2 ov), 5-276 (Suryakumar Yadav, 41.3 ov), 6-333 (Shreyas Iyer, 47.3 ov), 7-355 (Mohammed Shami, 49.3 ov), 8-357 (Ravindra Jadeja, 49.6 ov) • DRS
શિરાજ અને શમીનો કહેર પણ જોવા મળ્યો હતો
શમી પણ વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે આ પહેલા શ્રીનાથ અને ઝહીર ખાનના નામે 44 વિકેટ હતી પરંતુ શમીએ 45 વિકેટ લઇ સૌથી પહેલો સફળ ભારતીય બોલર બન્યો છે. શમીએ 18 રન આપી 5 ઓવરમાં 5 વિકેટ લીધી છે. તો સિરાજે પણ 16 રન આપી 3 વિકેટ લીધી છે આમ આ બે બોલરોએ જ 8વિકેટ લીધી .