બિહાર પટણા હાઇકોર્ટે નીતિશ કુમારને મોટો ઝટકો આપ્યો

By: nationgujarat
20 Jun, 2024

પટણા હાઇકોર્ટે બિહાર સરકારને ઝટકો આપ્યો છે. પટણા હાઇકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલામાં જાતિ આધારિત અનામતને 65% કરનારો કાયદો રદ કરી નાખ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે બિહાર સરકારે જાતિ આધારિત જનગણના કરાવી હતી અને તે બાદ તેના આધાર પર ઓબીસી, ઇબીસી, દલિત અને આદિવાસીઓને અનામત વધારીને 65 ટકા કરી દેવામાં આવ્યું હતું. જોકે, હવે પટણા હાઇકોર્ટે તેને રદ કરી દીધુ છે.

નીતિશ કુમારની જૂની કેબિનેટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણના રિપોર્ટના આધાર પર 7 નવેમ્બરે કોટા વધારવાના નિર્ણયને લઇને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા ઓબીસી અનામત 12 ટકાથી વધારને 18 ટકા, ઇબીસીનો કોટા 18 ટકાથી વધારીને 25 ટકા, એસસીનું અનામત 16 ટકાથી વધારીને 20 ટકા અને એસટીનું અનામત 1 ટકાથી વધારીને 2 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. વિધાનસભામાં આ બિલ 9 નવેમ્બરે પાસ થઇ ગયુ હતું. 21 નવેમ્બરે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલે કાયદાનું રૂપ લઇ લીધુ હતુ અને આ આખા રાજ્યમાં લાગુ થયું હતું.

આ કાયદાને અનામત વિરોધી સંગઠન યૂથ ફોર ઇક્વેલિટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાથી વધુ ના આપવાના નિર્ણયને આધાર બનાવીને બિહાર અનામત કાયદાને ચેલેન્જ કરવામાં આવ્યું હતું.પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે બિહારના નવા અનામત કાયદાને બંધારણની કલમ 14,15 અને 16નું ઉલ્લંઘન ગણાવતા તેને રદ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર હાઇકોર્ટના નિર્ણયને હાઇકોર્ટની મોટી બેન્ચ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારશે.


Related Posts

Load more