બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

By: nationgujarat
18 Jul, 2025

બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાને કારણે 19 લોકોનાં મોત થયા છે તેમ મુખ્યપ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

વીજળી પડવાને કારણે સૌથી વધુ નાલંદામાં પાંચ, વૈશાલીમાં ચાર, બાંકામાં બે અને પટણામાં બેનાં મોત થયા છે. જ્યારે શેખપુરા, નવાડા, જેહાનાબાદ, ઔરંગાબાદ, જામુલ અને સમસ્તિપુર જિલ્લાઓમાં એક-એક વ્યકિતનું મોત થયું છે.

મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ પડતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.


Related Posts

Load more