બિહારમાં થયેલી જાતિગત વસ્તી ગણતરી નકલી’, રાહુલ ગાંધીનો નીતિશ કુમાર પર મોટો પ્રહાર

By: nationgujarat
18 Jan, 2025

સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે બિહારની રાજધાની પટણા પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પોતાના એક દિવસના પ્રવાસ દરમિયાન બંધારણની રક્ષાના વિષય પર આયોજિત એક સંમેલનમાં ભાગ લીધો હતો. આ દમિયાન રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ જોરદાર પ્રહાર કર્યા હતાં. રાહુલ ગાંધીએ બિહાર સરકાર દ્વારા કરાવવામાં આવેલી જાતિગત વસ્તી ગણતરીને નકલી જણાવી હતી.

બિહારની જાતિગત વસ્તી ગણતરી નકલીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાના બિહાર પ્રવાસમાં કહ્યું કે, ‘દેશની અંદર જાતિની વાસ્તવિક સ્થતિ જાણવી જરૂરી છે, મેં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કહ્યું છે કે, તમારી સામે અમે જાતિગત વસ્તી ગણતરીને લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવીને બતાવીશું. જેનાથી જાણ થશે કે, કયા સેક્ટરમાં કયા વર્ગના કેટલાં લોકો છે? પરંતુ, અમે આ બિહાર જેવી નકલી જાતિગત વસ્તી ગણતરી નહીં કરાવીએ. કારણ કે, જાતિગત વસ્તી ગણતરી બાદ તમે શું એક્શન લો છો તે સૌથી જરૂરી છે. આ દેશ માટે એક્સ-રે અને MRI જેવું છે, જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. બાદમાં જાતીગત વસ્તી ગણતરીના આધારે પોલિસી બનવી જોઈએ.’


Related Posts

Load more