બિહારના ખિલાડી આકાશ દિપે શ્રેષ્ઠ પ્રદર્શને તેની બહેનને સમર્પિત કર્યુ , ઇંગ્લેન્ડનુ અભિમાન તોડી નાખ્યું

By: nationgujarat
07 Jul, 2025

બિહારના સાસારામથી ઉભરી આવેલ એક યુવા બોલરે બીજી ટેસ્ટમાં અંગ્રેજો બેટરોને એવા નચાયા છે કે તેની ટીમનુ અભિમાન તૂટી ગયુ છે. યુવા બોલર આકાશ દિપે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ડ્યુક બોલથી નથી રમ્યો અને એટલે આકાશ દિપ ઇંગ્લેન્ડમા રમવા માટે ઉત્સાહીત હતો પરંતુ લીડસ મેચમા તેને પ્લેઇંગ ઇલેવનમા રમવાની તક ન મળી અને બીજી મેટમા કોચ અને કેપ્ટેને જે ભરોસો મુક્યો તેને સાચો સાબિત કરી કરોડો ભારતીયોની જીતની ઇચ્છાને સાકાર કરવા મહત્વનો રોલ નિભાવ્યો જેના કારણે આજે આકાશ દિપ સોશિયલ મીડિયા હોય કે ક્રિકેટની ચર્ચા હોય તેમા સ્થાન મેળવી લીધુ છે.

અંગ્રેજોની ઘરતી પર તેની પહેલી જ મેચમા તેને ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નો રેકોર્ડ બનાવ્યો છે. ભારતની બીજી ટેસ્ટ મેટમા આકાશ દિપે અંગ્રેજ બેટરોને આઉટ કરી જીતનો એ વિશ્વાસ સતત વઘારતો રહ્યો. આકાશ દિપે બંને ઇંનીગ મળીને કુલ 10 વિકેટ લીધી એટલે કે અડઘી ટીમતો એને એકાલાએ આઉટ કરી એમ કહેવાય. 187 રનમા 10 વિકેટ એ અત્યાર સુઘીમા કોઇ ભારતીય બોલરે આવુ પ્રદર્શન કર્યુ નથી. આ પહેલા 1986મા ચેતન શર્માએ 188 રન મા 10 વિકેટ લીઘી હતી.

બીજી ટેસ્ટમા ટીમ ઇન્ડિયાનો મેઇન બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ આકાશ દિપને તક મળી હતી. ભારતીય ટીમ આ ગ્રાઉન્ડમા પહેલા ક્યારેય મેચ જીત નથી અંગ્રેજોનો અભેદ કિલ્લો મનાતો હતો પરંતુ સિરાજ અને દિપની જોડીએ બુમરાહની કમી પડવા ન દીધી અને ઇંગ્લેન્ડની 20 વિકેટમાથી 17 વિકેટ તો આ બે બોલરોએ ભેગા મળી લીધી

પહેલી ઇનીગની બોલીગમા સિરાજે 6 અને આકાશે 4 વિકેટ લીઘી હતી બીજી ઇનીગમા દિપે 6 અને સિરાજે એક વિકેટ લીઘી હતી તો બેટીગમા અદભૂત પ્રદર્શન કેપ્ટેન ગીલે કર્યુ હતું જેના કારણે તેને મેન ઓફ ધ મેચ તરીકે સન્માન પણ મળ્યુ.

આકાશ દિપે તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને તેની કેન્સર પિડિત બહેને સમર્પિત કર્યુ, બે મહિલા પહેલા જ તેની બહેનને કેન્સર થયાની જાણ થઇ હતી જો કે તેની હાલ સારવાર ચાલી રહી છે.


Related Posts

Load more