બિશ્નોઇ સમાજે સલમાન અને તેના પિતા સલીમના પૂતળા બાળીને ચેતવણી આપી

By: nationgujarat
27 Oct, 2024

ગેન્ગ સલમાન ખાનનો પીછો નથી છોડી રહી. તેને હત્યાની ધમકી આપ્યા પછી પણ બિશ્નોઇ સમાજે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના પૂતળા શુક્રવારે બાળ્યા હતા.સાથેસાથે તેમણે સલમાન ખાન કાળા હરણના શિકાર માટે માફી માંગે એ જ વાત કરી હતી.

હાલમાં સલીમ ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, કાળા હરણના શિકારના મામલે મારો પુત્ર સલમાન નિદ્રોષ છે. તે કદી કોઇની હત્યા કરી શકે નહીં. હાલમાં જ બિશ્નોઇ સમાજે જોધપુરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં સેંકડો લોકોએ હિસ્સો લીધો હતો. ત્યારેબિશ્નોઇ સમાજે કહ્યું હતું કે, જો તેના પુત્રે કાળા હરણનો શિકાર નથી કર્યો તો અમે તેમને કહેવા માંગીએ છીએ કે,અમે બિશ્નોઇ છીએ, અને કોઇને અમસ્તા જ બદનામ કરતા નથી.

સલમાન ખાન આ રીતે જુઠ્ટું બોલીને ખોટા બયાન આપી શકી નહીં. સલમાને ૧૯૯૯મા ં રિલીઝ થયેલી ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ રાજસ્થાનમાં કર્યુ ંહતું ત્યારે તેણે અને તેની સાથેના થોડા સિતારાઓએ કાળા હરણનો શિકાર કર્યાનો આરોપ લાગ્યો હતો.  જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે સલમાનને છોડી દીધો. પરંતુ બિશ્નોઇ સમાજ હજી પણ અભિનેતાથી નારાજ છે અને તેઓ ઇચ્છે છે કે તે માફી માંગે.


Related Posts

Load more