બાંગ્લાદેશ સામે ટી-20 નહીં રમે ન્યુઝિલેન્ડના આ બે દિગ્ગજ

By: nationgujarat
22 Dec, 2023

બાંગ્લાદેશ સામે ટી-20 મેચને લઇ ન્યુઝિલેન્ડની ટીમની મહત્વના સમાચાર આવ્યા છે. કેપ્ટન કેન વિલિયમસન અને કાયલ જેમ્સન આ મહિનાના અંતમાં બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં નહી રમે . વિલિયમસનની ગેરહાજરીમાં મિશેલ સેન્ટનર ટીમની કમાન સંભાળશે.

બંનેના સ્થાને રચિન રવિન્દ્ર અને જેકબ ડફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડે કહ્યું છે કે આ નિર્ણય તબીબી સલાહ અને આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જ્યાં ટીમને ઉનાળામાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે.

વિલિયમસન આ વર્ષની શરૂઆતમાં IPLમાં ઘૂંટણની ઈજા બાદ સાત મહિના સુધી ક્રિકેટથી દૂર હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટે કહ્યું, “વિલિયમસન તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશમાં રમ્યા બાદ પુનર્વસનમાંથી પસાર થશે.”

“જેમિસન હેમસ્ટ્રિંગની ઈજાથી પુનર્વસન કરી રહ્યો છે અને ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે તૈયાર થવાની અપેક્ષા છે.” બાંગ્લાદેશ સિવાય તે જાન્યુઆરીમાં પાકિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં પણ નહીં રમે. તે તાજેતરની બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં પણ રમ્યો નહોતો.

ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું, “અમે કેન અને કાયલ બંનેને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે રમતા જોવા માંગીએ છીએ. મેડિકલ સ્ટાફ અને ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ બંને રિહેબ પર રહેશે.”

“જેકબ એક અનુભવી ટી-20 ક્રિકેટર છે. તેણે તાજેતરમાં જ તેની વ્હાઈટ બોલની કુશળતાને ઘણી સારી બનાવી છે. રચિન પણ ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કરવા માંગે છે.”

ત્રણ મેચની T20 શ્રેણી નેપિયર (27 ડિસેમ્બર) અને માઉન્ટ મૌંગાનુઇ (29 અને 31 ડિસેમ્બર)માં રમાશે.


Related Posts

Load more