લોકસભામાં પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ગઈકાલથી રાહુલ ગાંધીના ભાષણ બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે છે અને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના નેતા અનુરાગ ઠાકુરે બંધારણના મુદ્દે લોકસભામાં વિપક્ષને ઘેર્યા હતા.
અનુરાગ ઠાકુરે શું કહ્યું?
વિપક્ષ પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું, ‘બંધારણમાં કેટલા પેજ છે? બંધારણ કેટલું મોટુ છે તે ન કહો પણ પાનાંઓ પર કહો. તમે તેને દરરોજ જોડે લઈ જાઓ છો, જો તમે તેને ખોલો અને ક્યારેક વાંચો તો તે સારુ કહેવાય . તમે અભ્યાસ કરતા નથી, તમે જોડે લઇ ફર્યા કરો છો. તમારા ખિસ્સામાંથી કાઢીને વાંચીને જુઓ.
વિપક્ષને આડે હાથ લેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે ઓછામાં ઓછું તેની નકલ કરો અને જણાવો કે બંધારણમાં કેટલા પેજ છે. ઘણા બધા બંધારણો લખવા માટે વપરાય છે. પહેલા તેઓ બંધારણ બનાવનારનું અપમાન કરતા હતા અને હવે તેઓ બંધારણ બતાવે છે પણ વાંચતા નથી.
રાહુલ ગાંધી પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે તે સારી વાત છે. તેઓ છેલ્લા 20 વર્ષથી જવાબદારી વિના સત્તા ભોગવી રહ્યા હતા, હવે તેમણે જવાબદારી પણ લેવી પડશે. ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી માટે આ કસોટી છે, શું તેઓ વિપક્ષને એકજૂટ રાખી શકશે? ગયા સત્રમાં તેમની હાજરી 50 ટકાથી ઓછી હતી, આજે પણ એટલી નથી.