ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ હોય છે, તેને લઈને ઘણા બધા સવાલો પણ દિમાગમાં આવે છે, પરંતુ આ બાબતોને આપણે ખાસ ધ્યાન આપતા નથી. કાં તો તેના પાછળનું કારણ જાણતા નથી. તો ક્યારેય શરમ અનુભવીને તેના વિશે આપણે પૂછવાનું પણ ટાળીએ છીએ. એક એવી જ મૂંઝવણ વિશે અમે તમને જણાવીશું, જે કદાચ જ તમને ખબર નહીં હોય.ખાસ કરીને જ્યારે આપણે વિમાનમાં મુસાફરી કરીએ તો કેટલીક AC એવી હવા ફેંકે છે તો આરામથી બેસવું પણ મુશ્કેલ બની જાય છે. આખરે પ્લેનમાં આટલું ઠંડું વાતાવરણ કેમ રાખવામાં આવે છે? તેના પાછળનું કારણે માત્ર પેસેન્જર્સને કમ્ફર્ટેબલ ફિલ કરાવવું જ નહીં, પરંતુ એવું કારણ છે જેનાથી ACનું ટેમ્પરેચરને વધારી શકાતું નથી.
પ્લેનમાં કેમ આટલી બધી ઠંડી હોય છે?
ધ સનના રિપોર્ટ પ્રમાણે, એક ફ્લાઇટ અટેન્ડેન્ટે તેના પાછળનું કારણ જણાવ્યું છે. રીડર્સ ડાઇજેસ્ટ સાથે વાત કરતાં તેણે કહ્યું કે, પ્લેનમાં પાયલોટ તાપમાનને કન્ટ્રોલ કરે છે. તેઓ નક્કી કરે છે કે કેબિનનું તાપમાન સામાન્ય કરતા વધુ ઠંડું હોય. આ જ કારણ છે કે, પેસેન્જર કહે કે, તેને બહુ ઠંડી લાગી રહી છે, તો પણ તાપમાન વધારી શકાતું નથી. તેના પાછળનું કારણ એ હોય છે કે, પ્લેનમાં જો કોઈ પેસેન્જર બેભાન થઈ જાય છે કે પછી મોશન સિકનેસથી ઉલ્ટીની સમસ્યા થવા લાગે તો તેને રોકી શકાય. તાપમાનને ઘટાડતા આવી ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય છે.
આ સિવાય એક્સપર્ટનું કહેવું છે કે, તાપમાન અંગે ફરિયાદ કરવાને બદલે ઘરેથી જ સ્વેટર અથવા ધાબળો સાથે લઈ જાઓ, જેથી મુસાફરી આરામથી પસાર થઈ શકે. આ સિવાય જો તમારે કોઈપણ ટૂરિસ્ટ પ્લેસ પર જવું હોય તો સવારે વહેલા ન જાવ કારણ કે મોટાભાગના લોકો આ સમય પસંદ કરે છે. જ્યારે તે ખુલે છે ત્યારે આ સ્થાન પર પહોંચવું વધુ સારું છે. સવારે 6 થી 7 ને બદલે 10 વાગ્યા પછીનો સમય સારો છે.