Mufasa: The Lion King: ડિઝની પ્લસ હૉટસ્ટારની ફેમસ ફિલ્મ ‘ધ લાયન કિંગ’ની સિક્વલ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’એ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. આ આંકડો 2019માં ‘ધ લાયન કિંગ’ની પહેલાં દિવસની કમાણી લગભગ 80 ટકા છે. ભારતમાં આ ફિલ્મને લઈને લાંબા સમયથી બઝ બનેલું હતું. જ્યાં ઘણાં દેશોમાં ‘મુફાસા’એ પોતાની ગત ફિલ્મની કમાણી જેટલી કમાણી કરી છે. વળી, ભારતમાં પહેલાં દિવસે શાનદાર કલેક્શન કર્યું છે.
મુફાસાઃ ધ લાયન કિંગ પહેલાં દિવસનું કલેક્શન
ફોટો રિયાલિસ્ટિકલી એનિમેટેડ ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાન અને તેલુગુ વર્ઝનમાં મહેશ બાબુની અવાજથી કહાનીને શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે. સેક્નિલ્ક અનુસાર, ‘મુફાસા’ એ પહેલાં દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં લગભગ 10 કરોડની કમાણી કરી. વળી, પહેલાં દિવસની કમાણી જોતા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ‘મુફાસા’ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ને જોરદાર ટક્કર આપી શકે છે. પહેલાં દિવસનું કલેક્શન જોઈ આશા લગાવી શકાય છે કે, ફિલ્મ ‘મુફાસા’ની કમાણીમાં શનિવાર અને રવિવારે વધારો થઈ શકે છે. વળી, શાહરૂખ ખાન સિવાય હિન્દી વર્ઝનમાં સંજય મિશ્રા, શ્રેયસ તળપજે જેવા દિગ્ગજ કલાકારોએ પણ પોતાનો અવાજ પુંબા અને ટિમોન જેવા પાત્રને આપ્યોછે. આ જ કારણે હિન્દીમાં ફિલ્મને ભારતમાં સારી કમાણી થઈ રહી છે.
મુફાસાઃ ધ લાયન કિંગ પહેલા દિવસ (3D) સિનેમાઘરોમાં ઑક્યુપેન્સી
મુફાસાઃ ધ લાયન કિંગ પહેલાં દિવસની હિન્દી (3D) સિનેમાઘરોમાં ઑક્યુપેન્સી