Health Benefits Of Raw Onion: ડુંગળી વિના કોઇપણ શાક ટેસ્ટલેસ લાગે છે. શાકને બનાવવા માટે જે પણ મસાલા આપણે તૈયાર કરીએ છીએ, તેમાં ડુંગળીનો યુઝ જરૂર કરીએ છીએ. ડુંગળી વાનગીનો સ્વાદ વધારવાની સાથે તમારા સ્વાસ્થ્યને પણ લાભ આપે છે. ડુંગળી તમને લૂથી બચાવી શકે છે.ડાયેટિશિયનનું કહેવું છે કે કાચી ડુંગળી ગરમીથી રાહત અપાવે છે. ડુંગળીમાં નેચરલ રીતે ઠંડક પહોંચાડનારા ગુણ હોય છે. તેમાં પાણીની માત્રા ભરપૂર હોય છે, જે શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે. તેમાં સોડિયમ અને પોટેશિયમ પણ હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે.હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, ડુંગળીમાં રહેલા ક્વેરસેટિન અને સલ્ફર શરીરને ઠંડક પહોંચાડવામાં મદદ કરે છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ્સ અને સલ્ફર કંપાઉન્ડ જેવા ફાઇટોકેમિકલ્સ પણ હોય છે. આ ઘટક ડુંગળીના એન્ટીઓક્સુડેન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી કેન્સર ગુણો વધારે છે.
ગેસ અને અપચા જેવી સમસ્યાઓથી બચાવે: શરીરને સામાન્ય તાપમાન જાળવી રાખવા માટે વધારે મહેનત કરવી પડે છે. તેનાથી હ્રદય, ફેફસા અને કિડની પર વધુ દબાણ પડે છે. ડુંગળીમાં રહેલા એલિલ સલ્ફાઇડ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ડુંગળી પાચન એન્ઝાઇમોને સક્રિય કરીને ગેસ અને અપચા જેવી સમસ્યાઓથી બચાવે છે.ડુંગળી ફાયબર અને પ્રીબાયોટિક્સથી ભરપૂર હોય છે. તે આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે અને આ બેક્ટેરિયા ફેટી એસિડનું ઉત્પાદન કરે છે જે પાચન માટે જરૂરી હોય છે.પુરુષો માટે કમાલ છે ડુંગળી: ડુંગળીમાં રહેલું ક્રોમિયમ બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે તમારા ડાયેટમાં ડુંગળીને જરૂર સામેલ કરો. ડુંગળી ખાવાથી તમારું યુરિન પ્રોડ્કશન શરીરમાંથી ખરાબ પદાર્થોને સરળતાથી બહાર કાઢી શકે છે.
ડુંગળીને કામોત્તેજક ભોજન પણ માનવામાં આવે છે. તે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને વધારવામાં પણ મદદ કરે છે. જેનાથી તેમની સેક્સુઅલ પરફોર્મન્સ સુધરી શકે છે.ડુંગળી ખાવાની સાચી રીત: કાચી ડુંગળી વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ સહિત પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે કાચી ડુંગળીમાં લીંબુનો રસ, ફુદીનાના પાન, મીઠું અને કાળા મરી ઉમેરી શકો છો. દહીંથી બનાવેલું ડુંગળીનું રાયતું ઠંડુ અને હાઇડ્રેટિંગ હોય છે. તેનાથી શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ મળે છે.હીંમાં બારીક સમારેલી ડુંગળી મિક્સ કરો, ચપટી મીઠું, જીરુ અને સમારેલી કોથમીર નાંખો. રાયતું ઠંડુ પીરસો. આ ઉપરાંત તમે મસાલેદાર લાલ ડુંગળી ખાઇ શકો છો. તેના માટે તમે 1 લાલ ડુંગળીને સમારો અને તેમાં રેડ વાઇન વિનેગર અને એક ચપટી મીઠું નાંખો. આશરે 15 મિનિટ સાઇડમાં મૂકી દો. જ્યારે તે સારી રીતે મિક્સ થઇ જાય તો તમે તેને સલાડ તરીકે ખાઇ શકો છો.